Not Set/ વડોદરા/ લોકડાઉનમાં પોલીસ અને RAFના જવાનોની વાહનોમાં ફ્લેગ માર્ચ

એક તરફ વડોદરા માં જ્યારે ધીમે ધીમે કોરોના નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકડાઉન નો કડક અમલ થાય તે માટે આજે વડોદરા પોલીસ અને આર એ એફ ના જવાનોએ વાહનોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. વડોદરામાં હાલ 476 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. નાગરવાડા બાદ હવે પાણીગેટ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. વડોદરામાં […]

Gujarat Vadodara
130d4a98761519d1ad64196df631189b વડોદરા/ લોકડાઉનમાં પોલીસ અને RAFના જવાનોની વાહનોમાં ફ્લેગ માર્ચ

એક તરફ વડોદરા માં જ્યારે ધીમે ધીમે કોરોના નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકડાઉન નો કડક અમલ થાય તે માટે આજે વડોદરા પોલીસ અને આર એ એફ ના જવાનોએ વાહનોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

વડોદરામાં હાલ 476 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. નાગરવાડા બાદ હવે પાણીગેટ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. વડોદરામાં કોરોનાને કાબુમાં લેવા માટે વડોદરા પોલીસ દ્વારા પણ સાંજે સાત થી સવાર ના 7 વાગ્યા સુધી મેડિકલ સ્ટોર અને ઇમર્જનસી સર્વિસ ને જ છૂટ આપવામાં આવી છે. રોજના સરેરાશ 20 થી વધું કોરોના કેસો નોંધાવાના યથાવત રહેતા હવે નાગરિકો પણ લોકડાઉન ને સજા નહીં પરંતુ પોતાની ફરજ સમજે અને કાયદો અને પોલીસ વિભાગ ના બંદોબસ્ત ને પણ ગંભીરતા થી લે અને ઘર ની બહાર ન નીકળે તેવા સંકેત રૂપે વડોદરા પોલીસ અને રેપીડ એકશન ફોર્સ ના સંયુક્ત ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

વાહનોમાં નીકળેલી ફ્લેગ માર્ચ ચાર દરવાજા ના માંડવી થી સમગ્ર શહેરમાં ફરી હતી.આ ફ્લેગ માર્ચ માં સાથે સાથે ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ હાથ ધરાયુ હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.