Politics/ હુ પોતે ગૌમૂત્રનું સેવન કરુ છુ, ગૌમૂત્ર અર્ક પીવાથી ફેંફસાનું ઇન્ફેક્શન દૂર થાય છેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનાં ભાજપનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે અપીલ કરી છે કે લોકો ગૌમૂત્ર પીવે અને ગાયને પાળે.

Top Stories Trending
petrol 33 હુ પોતે ગૌમૂત્રનું સેવન કરુ છુ, ગૌમૂત્ર અર્ક પીવાથી ફેંફસાનું ઇન્ફેક્શન દૂર થાય છેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનાં ભાજપનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે અપીલ કરી છે કે લોકો ગૌમૂત્ર પીવે અને ગાયને પાળે. રવિવારે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ગૌમૂત્રનાં અર્ક પીવાથી ફેંફસાનું ઇન્ફેક્શન દૂર થાય છે. તેમણે વધુમાં કહ્યું કે હું પોતે જ ગૌમૂત્રનું સેવન કરું છું, આને કારણે મારે દવાઓ લેવાની જરૂર નથી અને કોરોના પણ થયો નથી.

કોરોના અપડેટ / કોરોનાનાં નવા કેસ આજે 3 લાખ નીચે, દૈનિક મોતનો આંકડો હજુ પણ 4 હજારને પાર

તેમણે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિએ દેશી ગાયને પાળવી જોઈએ. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે, તે 1 કરોડનો પોધારોપણ કરશે. જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સંત નગર વિસ્તારની હેડગેવાર હોસ્પિટલનાં 25 ઓક્સિજન કંસન્ટ્રેટર ડોનેટ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના મહામારી દરમિયાન લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. વળી તેમણે સરકાર દ્વારા જારી કરાયેલી કોરોના માર્ગદર્શિકાનાં નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી છે. આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશમાં કોરોનાથી પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. તાજેતરમાં, સાંસદનો આખો સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો.

ગુજરાત / વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગનું નવુ બુલેટિન જાહેર, 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડું

સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અગાઉ પણ આ પ્રકારનું વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમની સાથે ભાજપનાં અન્ય નેતાઓ પણ છે જે કોરોના સંક્રમણ વિશે પોતાનું જ્ઞાન આપી રહ્યા છે. તેમા બેરિયાનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનું નિવેદન પણ સાંસદનાં નિવેદનની જેમ જ છે. જેમા તેઓ કોરોનાથી મુક્તિ માટે નિયમિત રીતે ગૌમૂત્ર પીવાની સલાહ આપી રહ્યા છે. ધારાસભ્ય સુરેન્દ્રસિંહ ગૌમૂત્ર પીતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. ધારાસભ્યએ એવો દાવો પણ કર્યો છે કે દરરોજ ગૌમૂત્ર પીવાથી કોરોનાની સાથે સાથે કોઈ પણ રોગ થશે નહીં.

kalmukho str 13 હુ પોતે ગૌમૂત્રનું સેવન કરુ છુ, ગૌમૂત્ર અર્ક પીવાથી ફેંફસાનું ઇન્ફેક્શન દૂર થાય છેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર