Not Set/ દિવાળીમાં સૌથી વધારે પ્રદુષણ સાપોડીયાને લીધે થાય છે, વાંચો આ ફટાકડાના ગેરફાયદા

દિલ્લી દિવાળીમાં ફટકડા બાબતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે દિવાળીના સમયે ફટાકડામાં  સૌથી વધુ પ્રદુષણ સાપોડીયાને લીધે થાય છે. શોધકર્તાના કહેવા પ્રમાણે સૌથી વધારે પ્રદુષણ આ સાપોડીયા કરે છે. બે વર્ષ પહેલા પુણે યુનીવર્સીટી અને ચેસ્ટ રીસર્ચ ફાઉન્ડેશને સાથે મળીને આ શોધ કરી હતી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કાળા […]

Top Stories India Trending
crack દિવાળીમાં સૌથી વધારે પ્રદુષણ સાપોડીયાને લીધે થાય છે, વાંચો આ ફટાકડાના ગેરફાયદા

દિલ્લી

દિવાળીમાં ફટકડા બાબતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે દિવાળીના સમયે ફટાકડામાં  સૌથી વધુ પ્રદુષણ સાપોડીયાને લીધે થાય છે. શોધકર્તાના કહેવા પ્રમાણે સૌથી વધારે પ્રદુષણ આ સાપોડીયા કરે છે.

Image result for snake tablet crackers

બે વર્ષ પહેલા પુણે યુનીવર્સીટી અને ચેસ્ટ રીસર્ચ ફાઉન્ડેશને સાથે મળીને આ શોધ કરી હતી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કાળા રંગની ટીકડી જેવા  સાપોડીયાને લીધે સૌથી વધારે પ્રદુષણ થાય છે.

આ સાપોડીયા ચીની પાઉડર, સોડીયમ બાયકાર્બોનેટ અને  થોડાક આલ્કોહોલના મિશ્રણથી બને છે.

Related image

તમને જણાવી જઈએ કે સાપોડીયાના દહ્નથી સૌથી વધારે ફેલાતો કાર્બન ડાયોક્સાઈડ એ સોડીયમ બાયકાર્બોનેટના લીધે ઉત્પન્ન થાય છે.

આ સ્નેક ટેબ્લેટ બાકીના બધા ફટાકડા જેમ કે કોઠી, ફૂલઝરી, તારામંડળ અને ચકરડી કરતા સૌથી વધારે ખતરનાક છે.

આ સાપોડીયાને બળતા માત્ર ૧૨ સેકંડનો સમય જ લાગે છે. પરંતુ તેના ધુમાડાની અસર ત્રણ મિનીટ સુધી રહે છે.

સાપોડીયાનો ધુમાડો ફેફસામાં જતા તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બીજા બધા ફટાકડાના પ્રમાણમાં સૌથી વધારે ખરાબ અસર સાપોડીયા કરે છે.

તમને જણાવી દઈએ કે  દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા પર ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં કેટલીક શરતો સાથે ફટાકડા ફોડવા તેમજ તેના વેચાણને લઈ મંજૂરી આપવામાં આવી છે.

કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોશિશ કરવામાં આવે કે ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને પણ કોઈ નુકશાન ન પહોચે.

જો કે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો  છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, દિવાળી પર લોકો રાત્રે ૮ થી ૧૦ વચ્ચે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર રાત્રે ૧૧.૪૫ થી ૧૨.૧૫ સુધી જ ફટાકડા ફોડી શકશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઓનલાઈન શોપિંગ પર પ્રતિબંધ મુક્યો છે.