Not Set/ આ  ચાર મહત્વના કેસો પર સુપ્રિમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

દિલ્હી, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની નિવૃતિને 4 દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે આજે બુધવારે કોર્ટમાં ચાર મહત્વના કેસો પર નિર્ણય આવવાની સંભાવના છે.સુપ્રિમ કોર્ટમાં નોકરીઓમાં પ્રમોશનમાં અનામત,આધાર કાર્ડ અને કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ પર કોર્ટ પોતાનો આદેશ સંભળાવી શકે છે.એ સિવાય આ ચાર દિવસોમાં અયોધ્યા મંદિર-મસ્જીદ મામલો,સબરીમાલા,અડલ્ટરી,ભીડ દ્રારા સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મામલો અને […]

Top Stories
SC આ  ચાર મહત્વના કેસો પર સુપ્રિમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

દિલ્હી,

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની નિવૃતિને 4 દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે આજે બુધવારે કોર્ટમાં ચાર મહત્વના કેસો પર નિર્ણય આવવાની સંભાવના છે.સુપ્રિમ કોર્ટમાં નોકરીઓમાં પ્રમોશનમાં અનામત,આધાર કાર્ડ અને કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ પર કોર્ટ પોતાનો આદેશ સંભળાવી શકે છે.એ સિવાય આ ચાર દિવસોમાં અયોધ્યા મંદિર-મસ્જીદ મામલો,સબરીમાલા,અડલ્ટરી,ભીડ દ્રારા સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મામલો અને એક્ટીવીસ્ટો વિરૂધ્ધ ફરિયાદ રદ કરવા જેવા મહત્વના કેસો પર પણ કોર્ટ પોતાનો આદેશ સંભળાવી શકે છે.

આધાર કાર્ડ

આધાર કાર્ડ મામલે સુપ્રિમ કોર્ટમાં રાઇટ ટુ પ્રાઇવેસી વ્યક્તિનો મૌલિક અધિકાર છે કે નહીં તે મામલે કેસ ચાલી રહ્યો છે. આધાર કાર્ડ માટે લેવામાં આવતો ડેટા પ્રાઇવેસીનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે મામલે કોર્ટ આજે મહત્વનો નિર્ણય સંભળાવી શકે છે. આધારની માન્યતાના મામલે સુપ્રીમ કોર્ટની સંવીધાનપીઠ નક્કી કરશે કે આધાર કાર્ડ ખાનગી અને મૌલીક અધિકારનો ઉલ્લંધન કરે છે કે નહી.ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એકે સિકરી, એએમ ખાનવિલર, ડીવાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણ પાંચ સભ્યોની બેચ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.

પ્રમોશનમાં અનામત

પ્રમોશનમાં અનામત મામલે સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચે સાત જજોની બંધારણીય બેન્ચને આ કેસ રીફર કરવો કે નહીં તે મામલે આજે નિર્ણય આવી શકે છે. વર્ષ 2006માં કે.એમ.નાગરાજ જજમેન્ટ પર પુન: વિચાર કરવાની જરૂર છે કે નહીં.આ જજમેન્ટમાં પાંચ જજોની બેન્ચે કોર્ટે કહ્યું હતું કે સરકાર એસસી-એસટીને પ્રમોશનમાં અનામત આપી શકે છે, પરંતું કેટલીક શરતોને આધીન.

સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની બંધારણીય બેંચ એ પણ નક્કી કરશે કે કેરલમાં 10 વર્ષથી લઇને 50 વર્ષની ઉંમરની મહિલાઓને એન્ટ્રી આપી શકાય કે નહીં. સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ પર નિષેધ છે અને તેની સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ થયેલી છે.

કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ

સુપ્રિમ કોર્ટમાં કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવા પર પીટીશન દાખલ થઇ છે. સુપ્રિમ કોર્ટ આજે એ વિશે પણ ચૂકાદો આપશે કે મહત્વના કેસમાં કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ અને સીધુ પ્રસારણ થવું જોઈએ કે નહીં. આ કેસ પર કોર્ટે 24 ઓગસ્ટના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણથી પારદર્શિતા વધશે.