એન્કાઉન્ટર/ જમ્મુ કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેની તપાસ હાલ ચાલી રહી છે

Top Stories
kashmir જમ્મુ કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેના એક જવાન પણ ઘાયલ થયા હતા. ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના સુમ્બાલાર વિસ્તારમાં શોખબાબા જંગલમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું,તેના વળતાે જવાબ આપતા  ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું, આ સમયગાળા દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. શ્રીનગરમાં ડિફેન્સ પબ્લિક રિલેશન ઓફિસર (પીઆરઓ) કર્નલ અમરોન મૌસાવીએ કહ્યું કે એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.

તેમણે કહ્યું કે ઘાયલ જવાનને જંગલથી  બહાર નીકાળવામાં આવ્યા છે ,અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેની તપાસ હાલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કામગીરી હજી ચાલુ છે અને અન્ય વિગતોની રાહ જોવામાં આવી રહી છે.સર્ચ આપરેશન હજી પરિપૂર્ણ થયો નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ ખીણ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થતાં રહે છે, સેનાની આતકવાદીઓનો ખાત્મો બોલાવી રહી છે.