સંબોધન/ રાષ્ટ્રને સબંધોન કરતા જો બિડને સૈન્ય પરત બોલાવવાનું આપ્યુ કારણ

મે મહિનામાં, બિડેન  જાહેરાત કરી હતી કે યુએસ અને નાટો દળો અફઘાનિસ્તાનમાંથી બિનશરતી રીતે હટી જશે. બિડેને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 13,000 લોકોને બહાર કઢવામાં આવ્યા છે

Top Stories
jo રાષ્ટ્રને સબંધોન કરતા જો બિડને સૈન્ય પરત બોલાવવાનું આપ્યુ કારણ

અફધાનિસ્તાનની પરિસ્થિતી દીન-પ્રતિદીન વધુ ખરાબ થઇ રહી છે. તાલિબનોનો આતંક વધુને વધુ ઘાતક બની રહ્યો છે. આજે વિશ્વભરની નજર અફધાનિસ્તાન પર છે. અને તમામ દેશ ત્યાંની પ્રજાને તાલિબાનોના હાથમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ કરી રહી છે. આવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડને પોતાના સૈન્યને પરત બોલાવતા તેમની ભારે ટીકા કરવામાં આવી રહી છે.

વોશિંગ્ટન, એજન્સીઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન શુક્રવારે તેમના વહીવટીતંત્ર દ્વારા સૈન્ય પાછા ખેંચવાની ભારે ટીકા વચ્ચે  સંબોધન કરતા કહ્યુ કે,  અફઘાન મુદ્દે મને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે  પરંતુ મે મહિનામાં, બિડેન  જાહેરાત કરી હતી કે યુએસ અને નાટો દળો અફઘાનિસ્તાનમાંથી બિનશરતી રીતે હટી જશે. બિડેને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 13,000 લોકોને બહાર કાવામાં આવ્યા છે. બિડેને એમ પણ કહ્યું કે G7 દ્વારા તાલિબાન પર આંતરરાષ્ટ્રીય દબાણ ઉભું કરવામાં આવશે. રાષ્ટ્રને સંબોધન કરતા બિડેને એવું કહ્યું ન હતું કે અમેરિકા અને નાટો અફઘાનિસ્તાન સાથે મળીને પહોંચી ગયા છે અને સાથે જ નીકળી જશે. બિડને એમ પણ કહ્યુ કે, અફઘાનિસ્તાનની ભૂમિને આતંક તરીકે ઉપયોગ કરવાની મંજૂરી ક્યારેય આપી શકાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી અફધાનિસ્તાન પર તાલિબનોનો કબજો છે. તેમને ત્યાં આતંકની સમગ્ર સીમાઓ પાર કરી દીધી છે. નાના બાળકોથી લઇને સ્ત્રીઓ અને નિર્દોષોની નિર્મમ હત્યા કરી રહ્યા છે. આવા કિસ્સામાં તમામ લોકોની સહાનુભૂતિ નિર્દોષ અફધાનીઓ સાથે છે. પરંતુ આવા સમયે તમામ દેશ સમજી વિચારીને પગલા ભરી રહ્યુ છે. ત્યારે અમેરિકાની સેનાને રાષ્ટ્રપતિએ પરત બોલાવતા સમગ્ર વિશ્વમાં તેમની ટીકા થવા લાગી છે.