મોરબી પુલ હોનારત/ અદાણી ફાઉન્ડેશને મોરબી દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો માટે લીધો આ નિર્ણય,જાણો

મોરબીની મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઐતિહાસિક ઝુલતો બ્રિજ 30 ઓક્ટોબરે સાંજે એકા એક તૂટી પડ્યો હતો. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 135 લોકોના મોત થયા હતા

Top Stories Gujarat
14 7 અદાણી ફાઉન્ડેશને મોરબી દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો માટે લીધો આ નિર્ણય,જાણો

મોરબીની મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઐતિહાસિક ઝુલતો બ્રિજ 30 ઓક્ટોબરે સાંજે એકા એક તૂટી પડ્યો હતો. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 135 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય પણ કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.આ  દુર્ઘટનામાં સખી દાતાઓ સામે આવી રહ્યા છે, પહેલા રાજવી પરિવારે તમામ મૃતકો માટે એક લાખની સહાયની જાહેરાત કરી હતી ,હવે આ મામલે અદાણી ફાઉન્ડેશન પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. આ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો માટે 5 કરોડની સહાય કરવાનો નિર્ણય લીધો છે.

મોરબી દુર્ઘટના મામલે અદાણી જે રકમ નિર્ધારિત કરી છે તેની ફિક્સ ડિપોઝિટમાં મૂકાશે અને બાળકોની જરૂરિયાત મુજબ વ્યાજની રકમ તેમાંથી તેમને મળતી રહેશે. સાથે જ પતિ ગુમાવનાર સગર્ભા મહિલાઓને પણ તેમના સંતાન માટે રૂ. 25 લાખની સહાય કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આ માટે સંકલ્પપત્ર આપવામાં આવ્યો છે.

મોરબીની દુર્ઘટનામાં 7 જેટલા બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યા છે. જ્યારે 12 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે. જ્યારે 1 સગર્ભા મહિલાએ પતિ ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન માટે બાળકોની દેખરેખ કરનારા લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને 20 બાળકો માટેનું ચોક્કસ ભંડોળ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે. આ મુદ્દે ગઈકાલે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને સંકલ્પ પત્ર આપ્યો હતો.