Gandhinagar/ જીતુ વાઘાણીનાં નિશાને પ્રશાંત કિશોર, કહ્યું, ‘કોંગ્રેસ 2022માં ખરાબ રીતે હારશે’

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે પ્રશાંત કિશોર સક્રિય થયા છે. તેઓ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અંગે પણ એક રણનીતિ ઘડી છે. નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં જોડાશે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપ્યું છે.

Top Stories Gujarat
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે પ્રશાંત કિશોર સક્રિય થયા છે. તેઓ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અંગે પણ એક રણનીતિ ઘડી છે. નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં જોડાશે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સક્ષમ નથી એટલે બીજાનો સહારો લેવો પડે છે. કોંગ્રેસે અત્યારથી જ મેદાન છોડી દીધું છે. આગામી સમયમાં ગુજરાતની જનતા ભાજપને વિજયી બનાવીને આશીર્વાદ આપશે. 2022માં પણ કોંગ્રેસ ખરાબ રીતે હારશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે બક્ષીપંચ માટે કોઈ વાત કરી શકે એમ નથી. બંધારણીય હક ભાજપે આપ્યો છે. કોઈ એક વિભાગ કે નિગમની કરવામાં આવેલી જોગવાઈ ઉપરાંત અનેક યોજનાઓ દ્વારા વિવિધ સહાય કરવામાં આવી છે.

આ પણ વાંચો:નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માટે છે મુખ્યમંત્રીનો ચહેરો, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

જીતુ વાઘાણીએ પ્રહારો કરતા જણાવ્યું કે, વિધાનસભાના ફ્લોર પર જૂઠું બોલવું કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, છેલ્લા 2 વર્ષથી ઠાકોર કોળી સમાજને એક પણ સહાય મળી નથી એ ખોટી વાત છે. પૂરક બજેટ માંગણીનો કોંગ્રેસ કેમ વિરોધ કરે છે? બક્ષીપંચ સમાજ ભોળો સમાજ છે. 22- 23 વર્ષના બજેટમાં 19 કરોડ રૂ. લાભાર્થીને મળવાના છે. ગોપાલક વિકાસ નિગમ 2020 21 માં 819 લાભાર્થીને 10 કરોડ જેટલું લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે. વકફ બોર્ડ માં 20-21માં અને 21-22માં 764 કરોડનું લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે.

પેપર લીક મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું બને જુદી વાત છે. ભાજપની સરકાર કોઈ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે રીતે કામ કરી રહી છે. પેપર બહાર વેંચતા હોય તો પેપરલીક કહેવાય.. તેમણે કબલ્યૂ હતું કે, પાલીતાણામાં ગેરરીતિનો કેસ નોંધાયો છે. હરદેવ પરમાર નામનો ઉમેદવાર પરીક્ષા આપતો હતો. તેણે નિલેશ ચૌહાણે જે એકેડેમિક ચલાવે છે એ ને પ્રશ્ન સોલ્વ કરવા આપ્યો.. એ રીતે પેપરમાં ગેરરીતિ કરવામાં આવી છે. આ કોપી કેસ છે. વહીવટી તંત્ર દ્વારા fir દાખલ કરવામાં આવશે. સમય પહેલા પેપર મળ્યું હોય તો પેપરલીક કહેવાય. ઉમેદવારને નુકસાન ના થાય તે માટે સરકાર કામ કરે છે

આ પણ વાંચો:ધાનેરામાં બે વર્ષ સુધી બસ સેવા ઠપ્પ, વિદ્યાર્થીઓએ અભદ્ર સ્થિતિમાં રોકી બસ

આ પણ વાંચો:  વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બગાડ, રહીશોમાં રોષની લાગણી