Not Set/ ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા

ભૂજની કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીનો સદંત અભાવ જોવા માળી રહેયો છે. સુરતમાં બનેલા આટલી મોટા ગોઝારી દુર્ધટના પછી પણ ભૂજ તંત્રમાં ફાયર સેફટીનાં નામે લોલંલોલ જોવા મળી રહી છે. એમ કહી શકાય કે ભૂજમાં ફાયર સેફ્ટી જોવું કશું જોવા જ નથી મળી રહ્યું. કારણ કે કચ્છનાં મુખ્યમથક ભુજ શહેરમાં 16 હજાર કોમર્શિયલ મિલકતો આવેલી છે. […]

Gujarat Others
pjimage 14 ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા

ભૂજની કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીનો સદંત અભાવ જોવા માળી રહેયો છે. સુરતમાં બનેલા આટલી મોટા ગોઝારી દુર્ધટના પછી પણ ભૂજ તંત્રમાં ફાયર સેફટીનાં નામે લોલંલોલ જોવા મળી રહી છે. એમ કહી શકાય કે ભૂજમાં ફાયર સેફ્ટી જોવું કશું જોવા જ નથી મળી રહ્યું. કારણ કે કચ્છનાં મુખ્યમથક ભુજ શહેરમાં 16 હજાર કોમર્શિયલ મિલકતો આવેલી છે. પણ મોટાભાગની ઇમારતોમાં ફાયર સેફટી સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. નાના વ્યાવસાસિક પ્રતિષ્ઠાનો તો ઠીક મોટી મોટી હોટલો, કોમર્શિયલ બિલ્ડીંગો, શાળા અને કોલેજોમાં પણ ફાયર સેફટી મામલે બેદરકારી દાખવવામાં આવી રહી છે.

fire ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા

આપને જણાવી દઇએ કે ભુજમાં 16 હજાર કોમર્શિયલ પ્રોપર્ટી છે. જે પૈકી 730 ઇમારતોમાં  શાળા – કોલેજો, બેન્ક, હોટલો, હોસ્પિટલો, મોલોનો સમાવેશ થાય છે. તો બાકીની 15270 નાની મોટી દુકાનો છે. પણ નવાઈ એ છે કે તમામ 16000 જેટલી ઇમારતોમાંથી માત્રને માત્ર 8 થી 10 ઇમારતો પાસે જ ફાયરનાં NOC છે. આ આંકડા જોતા ભૂજમાં કોઇ કમનસીબે કોઇ દુર્ધટના ઘટે તો શું પરિસ્થિતિ થાય તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ નથી. માટે જ ભુજમાં કોમર્શિયલ ઇમારતો અને જાહેર સ્થળો પર પાલિકા દ્રારા ફાયર સેફટીનો અમલ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

                 download 1 ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા                                          download ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા

ખાસ કરીને ભુજનાં સ્ટેશન રોડ પર અનેક કોમર્શિયલ બિલ્ડીંગો, હોટેલો, બેંકો, પેટ્રોલ પમ્પ આવેલા છે. પરંતુ ફાયર સેફટીની કોઇ જ વ્યવસ્થા જોવા મળતી નથી. કચ્છ જીલ્લો આમ પણ ભૂકંપનાં સેન્સેટીવ ઝોનમાં આવે છે. તો પાક સરહદ અને સમુદ્ર કીનારાના કારણે પણ સેન્સીટીવ ગણવામાં આવે છે. ત્યારે જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ઘટે તો આખો વિસ્તાર બાનમા આવી શકે તેમ છે.

fire fighting equipment ભૂજમાં ફાયર સેફ્ટીનાં નામે લોલંલોલ, 16 હજાર કોમર્શિયલ ઇમારતોમાંથી 8થી 10માં જ ફાયર સેફટીની સુવિધા

આટલું ઘટતું હોય તેમ તંત્રના પાપે કે ભાગે ભૂકંપ વખતે સરકારે જે બિલ્ડીંગો તોડવાનો આદેશ કર્યો હતો એવી, બીનઅધિકૃત ઇમારતોમાં ટ્યુશન કલાસ ધમધમી રહ્યા છે. તંત્ર દ્વારા કાગળ પર કાર્યવાહી કરવાના બદલે નક્કર અને ઠોસ કામગીરી કરવવા માટે પ્રજામાંથી જ્યારે માંગ ઉઠી રહી છે ત્યારે ભુજમાં સ્ટેશન રોડ, ન્યૂ સ્ટેશન રોડ, વાણિયાવાડ સૌથી વધુ ધમધમતો એરિયા હોય અને આ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં બેંકો, હોટલો, પેટ્રોલપંપ આવેલા હોઈ છતા પણ તંત્ર દ્રારા ફાયર સેફટીની કોઇ વ્યવસ્થા ન કરાતી હોવાથી, તંત્ર આગ લાગે ત્યારે જ કુવો ખોદે છે તેવી તિવ્ર લાગણી સાથે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.