Not Set/ રાજકોટ: બાળકોનુ ભાવિ રામભરોસે, વિદ્યાર્થીઓ મંદિરમા અને ગૌશાળામાં ભણવા મજબુર

રાજકોટ, એક તરફ સરકાર “સર્વશિક્ષા અભિયાન”ની જાહેરાતો કરે છે. તો બીજી તરફ શાળાના બાળકોને યોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થતી નથી. રાજકોટના લોધિકાના દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ  મંદિરમા અને ગૌશાળામાં ભણી રહ્યા છે. દેવગામ પ્રાથમિક શાળાનુ બીલ્ડિંગ 1 વર્ષ અગાઉ તોડી પાડવામાં આવ્યુ હતુ. પરંતુ હજુ સુધી શાળાનું બીલ્ડિંગ બનાવવામાં આવ્યુ નથી. જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ […]

Gujarat Rajkot Videos
mantavya 453 રાજકોટ: બાળકોનુ ભાવિ રામભરોસે, વિદ્યાર્થીઓ મંદિરમા અને ગૌશાળામાં ભણવા મજબુર

રાજકોટ,

એક તરફ સરકાર “સર્વશિક્ષા અભિયાન”ની જાહેરાતો કરે છે. તો બીજી તરફ શાળાના બાળકોને યોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થતી નથી. રાજકોટના લોધિકાના દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ  મંદિરમા અને ગૌશાળામાં ભણી રહ્યા છે. દેવગામ પ્રાથમિક શાળાનુ બીલ્ડિંગ 1 વર્ષ અગાઉ તોડી પાડવામાં આવ્યુ હતુ. પરંતુ હજુ સુધી શાળાનું બીલ્ડિંગ બનાવવામાં આવ્યુ નથી.

જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. 125 જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે છાપરા નીચે બેસી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ અગ્રણી હિતેશ વોરાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે શુ આ છે ભાજપનો વિકાસ ?