Not Set/ ચૂંટણીમાં રકાસ બાદ કોંગ્રેસ કરશે ચિંતન !!! 2 જૂને કોંગ્રેસ કારોબારીનું આયોજન

લોકસભા ચૂંટણીમાં સરાક બાદ ગુજરાત કોંગ્રેસે આડશ મરડી છે.કોંગ્રેસ દ્રારા ચૂંટણી પરિણામોની નાલેશી ખંખેરી પ્રથમ કોંગ્રેસ કરોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસની આ બેઠકનું રવિવારનાં રોજ 2 જૂને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મળી રહેલી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહે તેવી સંભાવના છે. લોકસભા ચૂંટણી – […]

Top Stories Ahmedabad Gujarat
Gujarat congress l ie 1 e1538217443887 ચૂંટણીમાં રકાસ બાદ કોંગ્રેસ કરશે ચિંતન !!! 2 જૂને કોંગ્રેસ કારોબારીનું આયોજન

લોકસભા ચૂંટણીમાં સરાક બાદ ગુજરાત કોંગ્રેસે આડશ મરડી છે.કોંગ્રેસ દ્રારા ચૂંટણી પરિણામોની નાલેશી ખંખેરી પ્રથમ કોંગ્રેસ કરોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસની આ બેઠકનું રવિવારનાં રોજ 2 જૂને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મળી રહેલી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહે તેવી સંભાવના છે. લોકસભા ચૂંટણી – 2019નાં પરિણામે કોંગ્રેસમાં ભારે નિરાશા વ્યાપી છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પૈકી એકપણ બેઠક કોંગ્રેસના ફાળે જનાદેશ પ્રમાણે આવી નથી. ત્યારે હવે કોંગ્રેસમાં પુન પ્રાણ સંચાર કરવા લોકસભા ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પ્રથમ બેઠક યોજાશે. રવિવારે સવારે 11 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદારોની કારોબારી બેઠક યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

congresa paresh amit 1 ચૂંટણીમાં રકાસ બાદ કોંગ્રેસ કરશે ચિંતન !!! 2 જૂને કોંગ્રેસ કારોબારીનું આયોજન

કારોબારી બેઠકની સાથે સાથે બપોરે 2 કલાકે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આ બેઠકમાં ઉપસ્થિત રહે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં 26 માંથી એકપણ બેઠક લોકસભામાં કોંગ્રેસ જીતી શક્યા નથી. ત્યારે હારનાં કારણોની સમીક્ષા અને હવે પછી કોંગ્રેસને મજબૂત કરવા કયા ભાવિ આયોજન થઇ શકે. ગુજરાતમાં કયા વિરોધના મુદ્દા સાથે પ્રજા સમક્ષ જવું અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. ત્યારે વિપક્ષ કોંગ્રેસની ભૂમિકા શું હોઇ શકે. તે સહિતના તમામ મુદ્રા કોંગ્રેસ કારોબારી અને ત્યારબાદ ધારાસભ્યોની આયોજીત બેઠકમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.