આંકલાવ તાલુકાના ભેટાસી બારીયાભાગમાં રસ્તા બાબતે ઝઘડો થતા છુટું ધારીયું મારી ઈજાઓ કર્યાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર ભેટાસી બારીયાભાગમાં સરપંચવાળા ફળિયામાં રહેતા જયેશભાઈ છત્રસિંહ પરમાર પોતાની ઘરની બાજુમાં રસ્તા પર થઈને પસાર થતા હતા ત્યારે જીલાભાઈ હરીભાઈ જાદવે તેઓને રોકી કહ્યું હતું કે તમારે આ રસ્તા પર થઈને અવર જવર કરવી નહી તેમ જણાવતા જયેશભાઈએ કહ્યું હતું કે તમો એક રસ્તો બંધ કરી દીધો છે તો હું બીજા રસ્તે થઈને ગામમાં જવું છું તેમ કહેતા જયેશભાઈને લાફો મારતા છુટું ધારીયું મારી ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનવા અંગે જયેશભાઈ છત્રસિંહ પરમારની ફરિયાદના આધારે જીલાભઈ હરીભાઈ જાદવ વિરુદ્ધ આંકલાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.