કોરોના/ આ 2 બ્લડ ગ્રુપ માટે વધુ ખતરનાક છે કોરોના, નોન વેજિટેરિયન માટે……

રિસર્ચ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે O બ્લડ ગ્રુપના લોકોને આ રોગની સૌથી ઓછી અસર હોય છે. આ ગ્રુપના મોટાભાગના દર્દીઓ કાં તો એસિમ્પટમેટિક હોય છે

Top Stories India
A 123 આ 2 બ્લડ ગ્રુપ માટે વધુ ખતરનાક છે કોરોના, નોન વેજિટેરિયન માટે......

કોરોના વાયરસની બેકાબુ લહેરના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચના એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે કે,  AB અને B બ્લડ ગ્રુપના લોકોને કોવિડ -19 થી વધુ સાવધાન રહેવાની જરૂર છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે  બાકીના બ્લડ ગ્રુપથી તુલનામાં AB અને B બ્લડ ગ્રુપના લોકો કોરોનાથી વધુ પ્રભાવિત થઇ રહ્યા છે.

રિસર્ચ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે O બ્લડ ગ્રુપના લોકોને આ રોગની સૌથી ઓછી અસર હોય છે. આ ગ્રુપના મોટાભાગના દર્દીઓ કાં તો એસિમ્પટમેટિક હોય છે અથવા ખૂબ જ હળવા લક્ષણો ધરાવે છે. આ અહેવાલ સીએસઆઇઆર દ્વારા હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી સરોપોઝિટીવ સર્વે પર આધારિત છે.

कोरोना वायरस 2

આ CSIR રિપોર્ટ બતાવે છે કે શાકાહારીઓ લોકોની તુલનાએ માંસ ખાનારાઓ લોકોમાં  કોવિડ -19 નું જોખમ વધારે છે. આ દાવો દેશભરના 10,000 જેટલા લોકોના સેમ્પલ સાઈઝ પર આધારિત છે, જેનું 140 ડોક્ટરોની ટીમે વિશ્લેષણ કર્યું છે. એવું જાણવા મળ્યું છે કે માંસ ખાનારા કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા શાકાહારી લોકો કરતા વધારે હોય છે અને શાકાહારી આહારમાં આ મોટા તફાવતનું કારણ હાઇ ફાઇબર છે.

कोरोना वायरस 3

ફાઈબર યુક્ત ડાઇટ એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે જે માત્ર ઇન્ફેકશન પછી ગંભીર સ્થિતિને રોકી શકે છે, પરંતુ ચેપને શરીર પર હુમલો કરતા પણ રોકી શકે છે. સર્વેમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે AB બ્લડ ગ્રુપમાંથી કોરોના ચેપના મોટાભાગના કેસ નોંધાયા છે જ્યારે B બ્લડ ગ્રુપમાં કોરોના ઇન્ફેક્શનની સંભાવના થોડી ઓછી છે. તે જ સમયે, ઓ બ્લડ ગ્રુપના લોકોમાં સૌથી ઓછી સરોપોઝિટીવીટી જોવા મળી છે.

कोरोना वायरस 6

CSIR ના આ સર્વે અંગે સિનિયર ફિઝિશિયન ડો.એસ.કે. કાલરાએ કહ્યું હતું કે, “આ સર્વેક્ષણનો માત્ર એક નમૂના છે, વેજ્ઞાનિક સંશોધન પેપર જેની સમીક્ષા કરવામાં આવી નથી.” વેજ્ઞાનિક સમજ વિના, વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં ચેપનો દર કેવી રીતે નક્કી કરી શકાય છે. O બ્લડ ગ્રુપવાળા લોકોને ચેપ સામે લડવાની પ્રતિરક્ષા વધુ હોય છે, એવું કહેવું અત્યારે ખુબ જ વહેલું હશે. ”તેમણે કહ્યું કે લાર્ઝ સ્લેક પર રવામાં આવેલા સર્વેથી અલગ તસ્વીર સામે આવી શકે.

kalmukho str 8 આ 2 બ્લડ ગ્રુપ માટે વધુ ખતરનાક છે કોરોના, નોન વેજિટેરિયન માટે......