IPL 2020/ ધવનની સદી રહી બેકાર, પંજાબની ટીમે દિલ્હી સામે મેળવી 5 વિકેટથી રોમાંચક જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 38 મી મેચ મંગળવારે દુબઇ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ હતી, જેમાં કેએલ રાહુલની ટીમે ખૂબ જ જરૂરી વિજય મેળવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Top Stories Sports
zxzxzxzx 2 ધવનની સદી રહી બેકાર, પંજાબની ટીમે દિલ્હી સામે મેળવી 5 વિકેટથી રોમાંચક જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 38 મી મેચ મંગળવારે દુબઇ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ હતી, જેમાં કેએલ રાહુલની ટીમે ખૂબ જ જરૂરી વિજય મેળવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંજાબની ટીમે પ્લે ઓફ રેસમાં ટકી રહેવાના પોતાના સપનાને પૂરા કરવા લીગમાં દરેક અન્ય મેચ જીતવાની જરૂર છે, ત્યારે પંજાબની ટીમ છેલ્લી 2 મેચમાં આવું જ કરતી જોવા મળી રહી છે.

દિલ્હી સામે લીગની પોતાની ચોથી જીત મેળવીને પંજાબની ટીમે 8 પોઇન્ટ પૂરા કર્યા છે અને પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને અને શિખર ધવનની અણનમ સદીની ઇનિંગને કારણે 164 રન બનાવ્યા, ત્યારબાદ પંજાબની ટીમે નિકોલસ પૂરણ (53), ક્રિસ ગેઇલ (29) અને ગ્લેન મેક્સવેલ (32) ઇનિંગ્સની મદદથી એક ઓવર પહેલા જ 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. ટીમની જીતથી ડ્રેસિંગ રૂમની બહાર આવીને બેસેલા અન્ય ખેલાડી સહિત અનિલ કુંબલે પણ ઘણા ખુશ થતા જોવા મળ્યા હતા.

શિખર ધવને દિલ્હી માટે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ બાકીનાં બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હોતા અને જ્યારે શિખર ધવન અણનમ 106 રન બનાવ્યા હતા, ત્યારે દિલ્હીનાં અન્ય બેટ્સમેન 15 રનનાં આંકને સ્પર્શ પણ કરી શક્યા ન હોતા. વળી રનનો પીછો કરતા, પંજાબ ટીમનો કેપ્ટન કેએલ રાહુલ 15 રનનાં સ્કોર પર અક્ષર પટેલનો શિકાર બન્યો હતો, પરંતુ ક્રિસ ગેલે વિસ્ફોટક બેટિંગ કરતાં માત્ર 13 બોલમાં 3 ચોક્કા અને 2 છક્કાની મદદથી 29 રન બનાવ્યા હતા. અશ્વિને ગેલને બોલ્ડ કરીને તેની ટીમની વાપસી કરી હતી, જ્યારે મયંક અગ્રવાલ પણ રન આઉટ થયા બાદ પરત ફર્યો હતો. જો કે અહીંથી નિકોલસ પૂરણ ઈનિંગને સંભાળવામાં સફળ રહ્યો હતો અને તેણે 28 બોલમાં 6 ચોક્કા અને 3 છક્કાની મદદથી 53 રન બનાવ્યા હતા અને તેની ટીમને જીતની આરે પહોંચાડી હતી.