Not Set/ રાજકોટમાં પાટીદાર સમાજનાં આગેવાનોની યોજાઇ બેઠક, હાર્દિક અને નરેશ પટેલ અલગ દેખાયા

આજે રાજકોટમાં પાટીદારોએ એક જંગી રેલી કાઢી હતી. આ રેલી અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવા કાઢવામાં આવી હતી. રાજકોટ સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ચોકથી જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલી આ રેલીમાં પાસનાં આગેવાનો સહિત પાટિદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિવિઘ વિસ્તારોથી પસાર થતી પાટીદારોની રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોચી હતી. જ્યાં પાસ આગેવાન હેમાંગ પટેલે […]

Top Stories Gujarat Rajkot
nareshpatel hardikpatel4545 રાજકોટમાં પાટીદાર સમાજનાં આગેવાનોની યોજાઇ બેઠક, હાર્દિક અને નરેશ પટેલ અલગ દેખાયા

આજે રાજકોટમાં પાટીદારોએ એક જંગી રેલી કાઢી હતી. આ રેલી અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવા કાઢવામાં આવી હતી. રાજકોટ સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ચોકથી જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલી આ રેલીમાં પાસનાં આગેવાનો સહિત પાટિદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિવિઘ વિસ્તારોથી પસાર થતી પાટીદારોની રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોચી હતી. જ્યાં પાસ આગેવાન હેમાંગ પટેલે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે રજૂઆત કરી હતી.

અલ્પેશ કથીરિયાને છોડાવવા પાટદારો દ્વારા ફરી એકવાર પ્રયાસ હાથ ધરાયો છે. આજે આ મુદ્દે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ સાથે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની બેઠક મળશે. આ બેઠક રાજકોટમાં થશે. જેમાં સરકારને રજૂઆત કરવા નરેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા મુજબ, આજે બપોરે 3:30 કલાકે આ બેઠક મળવા જઈ રહી છે. બેઠક બાદ પાટીદારો તરફથી નરેશ પટેલ સરકારને રજૂઆત કરશે.

ઉલ્લેખનિય છે કે રાજદ્રોહનાં કેસમાં જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે ગેરવર્તણુક કરી જામીનની શરતોનો ભંગ કરતા તેને ફરી જેલભેગો કરાયો હતો.  જ્યાં તેને મુક્ત કરાવવા પાટીદારોએે ફરી પ્રયાસ હાથ ધર્યા છે.

આજે રાજકોટ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. નરેશ પટેલની સહિત આ બેઠકમાં કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ પાસ અગ્રણી દિનેશ બાંભણીયા, મનોજ પનારા સહિત પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ વિશે મંત્રણા કરવામાં આવી રહી હતી. અહી ખાસ વાત એ રહી કે, બેઠકમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ અલગ અલગ બેઠા હતા.