West Bengal/ CM મમતાનો મોટો નિર્ણય, કોરોનાકાળમાં 100 ટકા ક્ષમતા સાથે ખુલશે થિયેટર્સ

કોરોના વાયરસ સંકટ હજુ સુધી ટળ્યુ નથી, તમિળનાડુ પછી હવે પશ્ચિમ બંગાળની મમતા સરકારે સિનેમા ઘરોને 100 ટકા સુધી ભરી શકવાની મંજૂરી આપી છે…

India
Makar 80 CM મમતાનો મોટો નિર્ણય, કોરોનાકાળમાં 100 ટકા ક્ષમતા સાથે ખુલશે થિયેટર્સ

કોરોના વાયરસ સંકટ હજુ સુધી ટળ્યુ નથી, તમિળનાડુ પછી હવે પશ્ચિમ બંગાળની મમતા સરકારે સિનેમા ઘરોને 100 ટકા સુધી ભરી શકવાની મંજૂરી આપી છે.

શુક્રવારે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરતા રાજ્યમાં 100 ટકા ક્ષમતાની સાથે થિયેટર્સ ખુલ્લું રાખવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, 31 જાન્યુઆરી, 2021 સુધી, ફક્ત 50 ટકા દર્શકોને સિનેમાઘરોમાં બેસવાની મંજૂરી છે.

મીડિયા અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ અઠવાડિયા સુધી ચાલતા કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (KIFF) દરમિયાન સિનેમા હોલમાં 100 ટકા પ્રેક્ષકોને હાજર રહેવાની મંજૂરી આપી છે. આપને જણાવી દઈએ કે, KIFF નું ઉદઘાટન આજે એટલે કે શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં 81 પૂર્ણ ફીચર ફિલ્મો, 50 શોર્ટ ફિલ્મો અને લગભગ 45 દેશોની ફિલ્મો એક અઠવાડિયામાં આઠ સ્થાનો પર પ્રદર્શિત કરવામાં આવશે.

રાજનીતિ / જમાત-એ-ઉલેમાએ શા માટે કહ્યું ઓવૈસીની ખિચડી બંગાળમાં નહીં પાક…

Pakistan / મુંબઈ હુમલાનાં માસ્ટર માઇન્ડને પાકિસ્તાનની કોર્ટે સંભળાવી 15…

Odisha / CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો