Pakistan/ મુંબઈ હુમલાનાં માસ્ટર માઇન્ડને પાકિસ્તાનની કોર્ટે સંભળાવી 15 વર્ષની સજા

લાહોરની એક કોર્ટે આજે આતંકવાદી ભંડોળનાં કેસમાં આતંકી ઝકીર-ઉર-રહમાન લખવીને 15 વર્ષની સજા સંભળાવી છે. લખવી મુંબઇમાં 26/11 નાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે…

India

લાહોરની એક કોર્ટે આજે આતંકવાદી ભંડોળનાં કેસમાં આતંકી ઝકીર-ઉર-રહમાન લખવીને 15 વર્ષની સજા સંભળાવી છે. લખવી મુંબઇમાં 26/11 નાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે. મુંબઇ આતંકી હુમલાનાં મામલે ભારતે લખવીની કસ્ટડી માંગી છે.

મુંબઈ હુમલાનાં નેતા અને લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર જકી-ઉર-રહેમાન લખવીની શનિવારે પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્લામાબાદ પર દેશમાં મુક્ત રીતે ભટકતા આતંકવાદીઓને પકડવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી લખવી 2015 થી મુંબઇ હુમલા કેસમાં જામીન પર હતો. તેની આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી) દ્વારા પંજાબ પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીટીડીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, લખવીની લાહોરથી ધરપકડ કરવામાં આવી હતી.

લખવીએ જ 2008 માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની કાવતરું પાકિસ્તાનમાં હાજર આતંકી નેતા હાફિઝ સઇદ સાથે રચ્યુ હતું. મુંબઈ હુમલાની પૂરી યોજના લખવીએ બનાવી હતી અને તેણે હાફિઝ સઇદને આપી હતી. હાફિઝ સઇદની મંજૂરી મળ્યા બાદ, ભારે હથિયારોથી સજ્જ 10 આતંકી 26 નવેમ્બર 2008 નાં રોજ મુંબઇ શહેરમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓએ શહેરનાં મુખ્ય સ્થળોને નિશાન બનાવતા અંધાધૂંધ ગોળીયો ચલાવી હતી. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

HighCourt / ઉત્તરાયણની ઉજવણીને લઈને સરકારની હાઇકોર્ટમાં સ્પષ્ટતા, ધાબા પ…

કૃષિ આંદોલન / વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ માંગ્યુ જનતાનું સમર્થન…

Odisha / CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો