દુષ્કર્મ/ ટ્યુશન કલાસ ની શિક્ષિકાના પતિએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

કોરોના કહેર વચ્ચે અમદાવાદ શહેર નિકોલ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. એક વર્ષ બાદ શિક્ષિકાના પતિની હેવાનિયતની હકીકત વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા પોલીસને જાણ કરી હતી. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના […]

Ahmedabad Gujarat
girl rape ટ્યુશન કલાસ ની શિક્ષિકાના પતિએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

કોરોના કહેર વચ્ચે અમદાવાદ શહેર નિકોલ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. એક વર્ષ બાદ શિક્ષિકાના પતિની હેવાનિયતની હકીકત વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા પોલીસને જાણ કરી હતી. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થીની દુષ્કર્મનો ભોગ બની છે. એક વર્ષ પહેલાં નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી હતી. રવિવારના દિવસે ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા પૂરી થતાં મહિલાના પતિએ તમામને ઘરે જવાનું કહ્યું હતું. પરંતુ ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બેસી રહેવાનું કહેતા વિદ્યાર્થિની ગભરાઇને બેસી રહી હતી. જ્યાં મહિલાના પતિએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

 

 

વિદ્યાર્થિનીએ આ ઘટનાની જાણ કોઇને કરી નહીં પરંતુ એક વર્ષ બાદ મહિલાના પતિની હેવાનિયતની હકીકત વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડી તો તેમણે ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આધેડ આરોપી જગદીશ ઘેલાણી નિકોલમાં જ રહે છે. તેની પત્ની ટ્યુશન કલાસ ચલાવે છે. આરોપી આમ તો નાસ્તાની લારી ચલાવે છે. પણ રવિવાર હોવાથી તે ઘરે હતો અને તે દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી હતી.પરીક્ષા બાદ એકલતાનો લાભ લઇ આરોપી જગદીશે આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આરોપીએ એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું કે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આ હરકત કરી ચૂક્યો છે તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  1. હાલ આ મામલે નિકોલ પોલીસે શિક્ષિકાના પતિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ રેપનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.