ગુજરાત/ લોકસભાના ઉમેદવારને લઈ ખેંચતાણ, વડોદરા બાદ હવે સાબરકાંઠામાં સામે આવ્યું પત્રિકા કાંડ

ભાજપ પણ લોકસભા ચૂંટણી જીતવા માટે કરમ કસી છે. ભાજપ દ્વારા આ વખતે ગુજરાતની 26 બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ બનાવ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 21T135928.320 લોકસભાના ઉમેદવારને લઈ ખેંચતાણ, વડોદરા બાદ હવે સાબરકાંઠામાં સામે આવ્યું પત્રિકા કાંડ

Sabarkantha News: ગુજરાતના રાજકારણમાં હાલમાં ભરતીમેળો ચાલી રહ્યો છે.કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ પણ લોકસભા ચૂંટણી જીતવા માટે કરમ કસી છે. ભાજપ દ્વારા આ વખતે ગુજરાતની 26 બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ બનાવ્યો છે. ત્યારે આવામાં ભાજપને અનેક વિવાદોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેઓને ટીકીટ નથી મળી તો વિરોધ કરી રહ્યા છે. વડોદરાનો પોસ્ટર કાંડ બાદ હવે સાબરકાંઠાનો પત્રિકા કાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો. આ કાંડમાં હિંમતનગરના એક નેતાઅને એક મંત્રી તરફ શંકા ઉભી થઇ રહી છે.

આપને જણાવી દઈએ કે, સાબરકાંઠા બેઠક પર પત્રિકા કાંડનો મામલો હવે ગરમાયો છે અને પ્રદેશ પ્રમુખ પાટીલને ભીખાજી ઠાકોરનું હુલામણું નામ આપતા પત્રિકાઓ વાયરલ થઇ છે. તાજેતરમાં એક લક્ઝરી કાર તલોદ માર્કેટ યાર્ડમાંથી પત્રિકા અને બંડલ લઈને મધરાતે નીકળી હતી અને બાદમાં આ કાર હરસોલ પાસેથી ઝડપાઈ હતી અને તેમાં ત્રણ પુરુષ અને એક મહિલા હતા. આ તમામને મધરાતે દબોચવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કોના ઈશારે આ કાંડ કરવામાં આવ્યો એ હજુ પણ ચર્ચાનો પ્રશ્ન છે.

આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે.

સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે.

આ મામલે ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, હું ઠાકોર કોમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે. તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી

આ પણ વાંચો:પાડોશીઓ બારી ખોલીને સંભોગ કરે છે, તેઓને ના પાડવા છતા સાંભળતા નથી, મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ