Navratri 2022/ સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી પહેલા તૈયારીઓને આખરી ઓપ, ફેસ્ટિવલના આકાશી દ્રશ્યો જોઈ તમે પણ….

વડોદરા શહેરના નાગરિકો ગરબા રમવા માટે અગાઉથી તૈયારીઓ કરતા હોય છે અને તેમની ઉત્સુકતા અને અંતિમ દિવસ સુધી જાળવી રખાય તેવા આયોજનો વડોદરાના ગરબા આયોજકો પણ કરતા હોય છે.

Gujarat Navratri celebration Vadodara Navratri 2022
વડોદરા

ગુજરાતીઓની મુખ્ય ઓળખ એવા ગરબા એ ન માત્ર એક આનંદ પરંતુ સાથે સાથે આસ્થા અને શ્રદ્ધાનો તહેવાર છે ત્યારે સમગ્ર વિશ્વમાં ગરબાનું પાટનગર કહેવાતા વડોદરામાં વિશેષ પ્રકારના અલગ અલગ નાના અને મોટા ગરબા ના આયોજનો થતા હોય છે ત્યારે આવા ગરબાના આયોજનોમાં ખેલૈયાઓને કોઈ પ્રકારનો વિકસિત ન પડે તે માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.વડોદરા શહેરના નાગરિકો ગરબા રમવા માટે અગાઉથી તૈયારીઓ કરતા હોય છે અને તેમની ઉત્સુકતા અને અંતિમ દિવસ સુધી જાળવી રખાય તેવા આયોજનો વડોદરાના ગરબા આયોજકો પણ કરતા હોય છે.

વડોદરા શહેરમાં અલગ અલગ મુખ્ય ગરબા આયોજકોમાં મા શક્તિ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ યુનાઇટેડ વે અને હેરિટેજ ગરબા જેવા મોટા આયોજકોનો સમાવેશ થાય છે. તેવામાં આ ગરબા આયોજકો ગરબા મેદાનની તૈયારીઓને હવે આખરી ઓપ આપી રહ્યા છે આવા જ એક ગરબા મેદાન વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે શહેરના દાંડિયા બજાર બ્રિજ નજીક આવેલા નવલખી મેદાન ખાતે થનારા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબાના આયોજનને લઈને આયોજકો દ્વારા પૂરજોશમાં અને ઉત્સાહ સાથેની તૈયારીઓ ચાલી રહી છે.

અંદાજિત 30000 જેટલા લોકો ગરબા મેદાનમાં આવી શકે તે પ્રકારનું વિશાળ આ મેદાન ગરબા આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરામાં આવતા ગરબા રમવા આવતા શહેરના અને શહેરની બહારના ઉપરાંત વિદેશના ખેલૈયાઓના મનમાં કોરોના કાળથી દબાઈ રહેલો ઉત્સાહ બમણાવેગે ચાંચર ચોકમાં ખીલી ઉઠે તે પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ગણતરીના દિવસો બાદ મા અંબાની આરાધના કરતા નવલા નોરતાની શરૂઆત થશે અને તૈયાર થયેલા આ વિશાળ મેદાનમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે.

આ પણ વાંચો: વડોદરામાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ પડ્યા પડઘા, દૂધ શ્વાનને પીવડાવી કરાયો વિરોધ

આ પણ વાંચો:આવતીકાલે દૂધ નહિ મળે તેવી અફવા ને લીધે અમૂલ પાર્લર પર દૂધ માટે લોકોની ભારે ભીડ

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી બે દિવસનું ટુકું સત્ર,મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે