Not Set/ જામકંડોરણા: 13500 ક્વિન્ટલ મગફળી માર્કેટયાર્ડે ખરીદી,યાર્ડને CCTV કેમેરાથી સજ્જ્ રાખવા સૂચન

જામકંડોરણા, જામકંડોરણા માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 700 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવી છે. આશરે 13500 ક્વિન્ટલ મગફળીની માર્કેટયાર્ડે ખરીદી કરી છે. રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે તા. ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકાભર ખેડુતોની મગફળી ખરીદી […]

Top Stories Gujarat Others Videos
mantavya 282 જામકંડોરણા: 13500 ક્વિન્ટલ મગફળી માર્કેટયાર્ડે ખરીદી,યાર્ડને CCTV કેમેરાથી સજ્જ્ રાખવા સૂચન

જામકંડોરણા,

જામકંડોરણા માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 700 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવી છે. આશરે 13500 ક્વિન્ટલ મગફળીની માર્કેટયાર્ડે ખરીદી કરી છે.

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે તા. ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકાભર ખેડુતોની મગફળી ખરીદી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 700 ખેડુતોની 13500 કિવટંલ મગફળી ખરીદવામાં આવી છે.

ઝીણવટ ભર્યુ નિરક્ષણ

ધોરાજીના ડે.કલેકટર તથા જામકંડોરણાના મામલતદાર માર્કેટીંગ યાર્ડ સ્થિત ખરીદ કેન્દ્રોની વખતો વખત મુલાકાત લઇ ખરીદ પ્રકિયાને ઝડપી બનાવવા સાથે ખરીદી પ્રકિયાની તમામ કામગીરીનું ઝીણવટ ભર્યુ નિરક્ષણ કરવામા આવી રહ્યુ છે. તેમજ મગફળી વેચાણ કરવા આવેલા ખેડુતો સાથે પણ વાર્તાલાપ કરી તેઓના સુચનો સાંભળ્યા હતા.

મગફળી લઇને આવવા માટે સમાચાર

ખેડુતો તરફથી જણાવવામાં આવેલ કે, મોબાઇલ ઉપર એસ.એમ.એસ.થી મગફળી લઇને આવવા માટે સમાચાર મળે છે અને ઓનલાઇન નોંધણી કરવામા આવેલા ખેડુતો આખુ લિસ્ટ જાહેરમા નોટીસ બોર્ડ પર પણ રાખી દેવાઈ છે.

જરૂરી સૂચનો

તેમજ મગફળી ખરીદી કેન્દ્ર પર પુરતા બારદાન, વજનકાંટા, મજુરો સહિતની સામગ્રી ઉપલબ્ધ છે અને જરૂરી સ્ટાફ પણ છે ખેડુતોને મગફળી વેચાણમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે રહેવા, પીવાના પાણી, છાયડાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. મામલતદાર  મુલાકાત લીધી હતી તે સમયે ત્યા નિરક્ષણ બાદ સી.સીટી.વી. કેમેરા, વ્યવસ્થિત રાખવા તેમજ હવા ઉજાસ અંગેની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કરવામાં આવી હતી.