અમદાવાદ/ વિદેશમાં સંબંધ બાંધ્યા બાદ યુવતી બની હતી ગર્ભવતી, બાળકનો જન્મ થતાં જ 10મા માળેથી નીચે ફેંક્યું

ઘટના અમદાવાદના ચાંદખેડાની છે. યુવતી થોડા સમય પહેલા વિદેશથી પરત આવી છે. તે અહીં ચાંદખેડાના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. અહીં ગત દિવસોમાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ બદનામીના ડરથી તેણે પોતાની જ પુત્રીને 10મા માળેથી નીચે ફેંકી દીધી હતી.

Ahmedabad Gujarat
યુવતી

અમદાવાદમાં એક કુંવારી યુવતીએ માતા બન્યા બાદ બાળકને 10મા માળેથી ફેંકી દીધો હતો. નવજાતની હત્યા કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે વિદેશ ગઈ હતી અને ત્યાં તેનું અફેર હતું. આ દરમિયાન તેના પ્રેમી સાથે સંબંધ બંધાયા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. અમદાવાદ પરત ફરતી વખતે તેમને આ અંગેની જાણ થઈ હતી. આરોપી યુવતીએ કહ્યું કે તેણે બદનામીના ડરથી આ પગલું ભર્યું છે.

ઘટના અમદાવાદના ચાંદખેડાની છે. યુવતી થોડા સમય પહેલા વિદેશથી પરત આવી છે. તે અહીં ચાંદખેડાના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. અહીં ગત દિવસોમાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ બદનામીના ડરથી તેણે પોતાની જ પુત્રીને 10મા માળેથી નીચે ફેંકી દીધી હતી. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘણી તપાસ બાદ પોલીસ આરોપી યુવતી સુધી પહોંચી અને તેની ધરપકડ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવતીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે તે વિદેશમાં હતી અને ત્યાં અફેર દરમિયાન ગર્ભવતી થઈ હતી.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?