- સ્વામિનારાયણ ગુરુકુળમાં મહાઉત્સવનો માહોલ
- વિશાબ્દિ મહોત્સવમાં લાખ્ખો જનમેદની જોડાશે
- 28 ઓક્ટો. થી 1 નવેમ્બર સુધી મહોત્સવ યોજાશે
- મહોત્સવ માં અનેક આકર્ષણો ઉભા કરાયા
- જનજાગૃતિ અને કલ્યાણના કર્યો કરાશે
અમદાવાદ જિલ્લામાં આવેલા કણભાની પવિત્ર ભૂમિ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના 20 વર્ષ પૂર્ણ થતા ભવ્યાથી ભવ્ય વિશાબ્દિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં ભાગ લેવા માટે ના માત્ર ગુજરાત રાજ્ય કે દેશ માંથી પરંતુ, વિદેશ માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહોત્સવમાં જોડાવાના છે.આગામી 28 ઓક્ટોબર થી શરું થનારા આ મહોત્સવની તૈયારી આખરી ઓપ આપવા માટે હજારો સત્સંગીઓ અને સંતો છેલ્લા એક મહીનાથી દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે.
કણભા ગામને આંગણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ભવ્ય અને દિવ્ય મહા ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. કણભા સ્વામિનારાયણ ગુરુકુળના 20 વર્ષ પૂર્ણ થતા અતિભવ્ય વિશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ ને અવિસ્મરણીય બનાવવા માટે ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વિશાબ્દિ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવવામાં આવવાનો છે. ઉલ્લેખનીય છે કે આ દિવ્ય પ્રસંગે ધામો ધામ થી બ્રહ્મનિષ્ઠ સ.ગુ. સંતો અને મહંતો દર્શન અને આશીર્વાદનો લાભ આપશે.આ ઉપરાંત આ દિવ્ય મહોત્સવમાં રાજકીય મહાનુભાવો અને સમાજશ્રેષ્ઠિઓ દર્શનાર્થે પધારશે. કણભા ધામ ખાતે યોજાનારા વિશાબ્દિક મહોત્સવ ને ભવ્યાતી ભવ્ય બનાવવા હજારોની સંખ્યામાં સત્સંગીઓ છેલ્લા એક મહિનાથી મહેનત કરી રહ્યા છે.
વિશાબ્દિ મહોત્સવમાં અનેક આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.. જેમાં પ્રવેશદ્વાર ની નજીક બનાવવા આવેલો હિમાલય પર્વત તમામ જનતા માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે.મહોત્સવમાં બનાવવેમાં આવેલા હિમાલયમાં ભગવાન સ્વામિનારાયણ ના નીલકંઠવર્ણી રૂપની કથાવાર્તા ને દર્શાવવામાં આવી છે. આ ઉપરાંતભગવાન સ્વામિનારાયણ ના અલગ અલગ 45 ચરિત્રો નું પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે. જે હરિભક્તો અને જાહેર જનતા ને ખૂબ જ પસન્દ આવશે.. આ ઉપરાંત મહોત્સવમાં યુવા જનરેશનને ધ્યાનમાં રાખીને એક સેલ્ફી ટાવર પણ બનાવવામાં આવ્યો છે. આ સેલ્ફી ટાવર યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ ઉપરાંત મહોત્સવમાં અંગભૂમિ શ્રી હરિયાગ, મધ્ય ગુજરાતની લીલાનું દિવ્ય પ્રદર્શન, સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન, વ્યસન મુક્તિ શોર્ટ ફિલ્મ, સમૂહ મહાપૂજા, લક્ષ્મી વિવાહ, તથા 351 કુંડી મહાયજ્ઞ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કણભા ગામ ની પવિત્ર ભૂમિ પર વર્ષો પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ ની સ્થાપના કરવામાં આવી હતી. આ ગુરુકુળના 20 વર્ષ પૂર્ણ થતા વિશાબ્દિ મહોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.. કણભા ગામના આંગણે ઉજવવામાં આવનારા આ મહોત્સવમાં ભાગ લેવા અને પ્રસાદ લેવા માટે તમામ જાહેર જનતા અને સત્સંગીઓને સ્વામિનારાયણ સંતો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગ્લોબલ હોસ્પિટલ ખાલી કરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, લીધા આશીર્વાદ
આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષે કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી