Politics/ નોટ પર હોવો જોઈએ લક્ષ્મી અને ગણેશજીનો ફોટો, કેજરીવાલે કારણ જણાવતા પીએમ મોદી પાસે કરી માંગ

અરવિંદ કેજરીવાલે કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થા અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસને તકલીફ પડી રહી છે.

Top Stories India
કેજરીવાલે

અરવિંદ કેજરીવાલે કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થા અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસને તકલીફ પડી રહી છે. એવું કેમ છે કે આજે પણ ભારતને વિકાસશીલ અને ગરીબ દેશ ગણવામાં આવે છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે ભારત સમૃદ્ધ દેશ બને અને દરેક ભારતીય સમૃદ્ધ પરિવાર બને. આ માટે ઘણાં પગલાં ભરવાની જરૂર છે. આપણે મોટી સંખ્યામાં શાળાઓ ખોલવી પડશે, હોસ્પિટલો બનાવવી પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. પરંતુ પ્રયાસ ત્યારે જ સફળ થશે જ્યારે આપણને દેવી-દેવતાઓના આશીર્વાદ મળશે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે મહેનતનું પરિણામ નથી મળતું, તો એવું લાગે છે કે દેવી-દેવતાઓની કૃપા હોય તો પરિણામ આવવા લાગે છે.

દિવાળીના આગલા દિવસે અમે બધાએ શ્રી ગણેશ જી અને લક્ષ્મીજીની પૂજા કરી હતી. અમે શાંતિ માટે પ્રાર્થના કરી. આપણે એ પણ જોઈએ છીએ કે ત્યાં જે પણ વેપારીઓ છે તેઓ ચોક્કસપણે લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓ તેમની જગ્યાએ રાખે છે. આજે હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને અપીલ કરું છું કે ભારતીય ચલણની એક તરફ ગાંધીજીની તસવીર છે, તે એવી જ રહેવી જોઈએ, બીજી બાજુ ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

આ પણ વાંચો: ગ્લોબલ હોસ્પિટલ ખાલી કરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:ભારતે સિડનીમાં પ્રેક્ટિસ કરવાનો કેમ કર્યો ઈનકાર,જાણો

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, લીધા આશીર્વાદ