ઉત્તરપ્રદેશ/ ગ્લોબલ હોસ્પિટલ ખાલી કરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

ગ્લોબલ હોસ્પિટલમાં બ્લડ પ્લેટલેટ્સને બદલે સિઝનલ જ્યુસ આપવાનો મામલો સામે આવ્યો છે. જે અંગેનો એક વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.

Top Stories India
ગ્લોબલ હોસ્પિટલ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની ગ્લોબલ હોસ્પિટલમાં બ્લડ પ્લેટલેટ્સને બદલે સિઝનલ જ્યુસ આપવાનો મામલો સામે આવ્યો છે. જે અંગેનો એક વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં તે વ્યક્તિએ પ્લેટલેટ્સને બદલે મોસમી જ્યુસ આપવાનો દાવો કર્યો હતો. પ્રયાગરાજની આ ગ્લોબલ હોસ્પિટલ આરોપ બાદથી ચર્ચામાં છે. જણાવી દઈએ કે મામલો સામે આવ્યા બાદ જ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી.

ANIના અહેવાલ મુજબ, ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગ્લોબલ હોસ્પિટલને 28 ઓક્ટોબર સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. ઓથોરિટીએ ઈમારતને ‘ગેરકાયદેસર રીતે બાંધેલી’ ગણાવી છે. ડેન્ગ્યુના દર્દીને બ્લડ પ્લેટલેટ્સના બદલે ફળોનો રસ કથિત રીતે ચડાવવામાં આવ્યા બાદ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે હવે વહીવટીતંત્ર તરફથી આગળની કાર્યવાહીના સંદર્ભમાં હોસ્પિટલને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, હોસ્પિટલના માલિકોને હોસ્પિટલ ખાલી કરવા માટે માત્ર ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ પછી હોસ્પિટલને તોડી પાડવામાં આવશે.

આ પણ વાંચો:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત આ તારીખે કરવામાં આવશે! બે તબ્બકામાં યોજાશે મતદાન

આ પણ વાંચો:રાજ્યમાં દિવાળીની રાત્રે અનેક શહેરોમાં આગના બનાવો,કોઇ જાનહાનિ નહીં

આ પણ વાંચો:વડોદરામાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે પથ્થરમારો,પોલીસ એલર્ટ