Cricket/ ભારતે સિડનીમાં પ્રેક્ટિસ કરવાનો કેમ કર્યો ઈનકાર,જાણો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ દરમિયાન સિડનીમાં પ્રેક્ટિસ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેનું કારણ હોટલથી પ્રેક્ટિસ ગ્રાઉન્ડનું અંતર વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Top Stories Sports
16 4 ભારતે સિડનીમાં પ્રેક્ટિસ કરવાનો કેમ કર્યો ઈનકાર,જાણો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ દરમિયાન સિડનીમાં પ્રેક્ટિસ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેનું કારણ હોટલથી પ્રેક્ટિસ ગ્રાઉન્ડનું અંતર વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એવા પણ અહેવાલ છે કે ભારતીય ખેલાડીઓને ઠંડો નાસ્તો આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેલાડીઓ આનાથી નારાજ છે. જોકે, આ અંગે બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે આ મામલો બુધવારે સવારે 7 વાગ્યાનો છે. રિપોર્ટ્સ અનુસાર, T20 વર્લ્ડ કપ મેનેજમેન્ટે ટીમ ઈન્ડિયાને બ્લેક ટાઉનમાં પ્રેક્ટિસ કરવા કહ્યું હતું. હોટેલથી આ મેદાનનું અંતર 42 કિમી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ જવાની ના પાડી દીધી હતી.ટીમ ઈન્ડિયાના ના પાડવા પાછળ બીજું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અગાઉ મંગળવારે બપોરે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેમના વૈકલ્પિક તાલીમ સત્ર પછી, ટીમ ઇન્ડિયાએ લંચનો બહિષ્કાર કર્યો હતો. નાસ્તો ઠંડો અને સારો ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મેનુમાં ફળોનો સમાવેશ થતો હતો, ‘તમારી પોતાની સેન્ડવીચ બનાવો’, જે ઘણા ખેલાડીઓને પસંદ ન હતી. આ ફરિયાદ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંબંધિત અધિકારીને કરવામાં આવી હતી.

ભારતીય ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે  ‘ખોરાક માપદંડો પ્રમાણે નહોતું. અમે પ્રેક્ટિસ સેશન પછી સેન્ડવિચ ખાઈ શકતા નથી. કેટલાક ખેલાડીઓએ મેદાન પર ફળો ખાધા હતા, જ્યારે કેટલાકે હોટેલમાં ખાવાનું પસંદ કર્યું હતું. આ વિવાદ બાદ ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામેની મેચમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો છે.