Viral Video/ નેતા અને તેના ચેલા માસ્ક વગર ફરતા હતા ત્યારે કેમ દંડ ના વસુલ્યો ?

નેતા અને તેના ચેલા માસ્ક વગર ફરતા હતા ત્યારે કેમ દંડ ના વસુલ્યો ?

Gujarat Surat
Untitled 23 નેતા અને તેના ચેલા માસ્ક વગર ફરતા હતા ત્યારે કેમ દંડ ના વસુલ્યો ?

ચૂંટણી સમયે નેતાઓને દંડ નહીં કરતા મનપા કર્મચારી હવે દંડ વસુલ કરવા જતાં લોકો લીધા આડે હાથ

કોરોના મહામારી વચ્ચે કોરોના કેસ વધતા લોકો ને ગાઈડ લાઈણ પ્રમાણે માસ્ક નહીં પહેરતા આજે સુરત મનપા ટીમ દંડ કરવા માટે ગઈ હતી. ત્યારે સુરત ના લોકો તંત્ર ટીમને આડા હાથે લઈને ચૂંટણી સમયે દંડ કેમ નહીં લઇને સામાન્ય માણસને હેરાન કરો છો કહીને આડા હાથે લઇને ભગાડયા હતા. જોકે લોકો મનપા ટીમને આડે હાથ લીધા હતા તે વિડીયો સોશિયલ મીડિયા વાઇરલ પણ કરવામાં આવ્યો છે.

કોરોના કાળને લઈએં લોકોને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.  જો કોઈ વ્યક્તિ આ ગાઈડલાઈન્સ  પાલન નહિ કરે તો દંડ કરવામાં આવતો હતો. જોકે કોરોના રસી અને કોરોના દર્દી સંખ્યા ઓછી થતા તંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી અને આ ચૂંટણીમાં નેતા અને પાર્ટીના કાર્યકરો કોરોના ગાઈડ લાઇન પાલન કરવામાં આવ્યું નાં હતું. અને ફરી એક વાર કોરોના દર્દી વધવા લાગ્યા છે.

મોંઘવારી / લોકોના ખિસ્સા હળવા બનાવવાનો ખેલ યથાવત

અને તમ્ન્ત્ર જાને સફાળું જાગી ગયું હોય તેમ કોરોના ગાઈડ લાઇન નામે ફરી દંડ વસૂલવાનો શરુ કરવામાં આવ્યો છે. તેવામાં સુરત ના ડિંડોલી વિસ્તારમાં મનપા ટીમ લોકોને માસ્ક નહિ પહેરતા લોકો પાસે દંડ વસૂલવા જતા  દુકાનદારો ઉશ્કેરાયા હતા અને મનપા ટીમને ચૂંટણી સમયે ક્યાં ગયા હતા?  નેતા અને તેના ચેલા માસ્ક વગર ફરતા હતા ત્યારે તેણે કેમ દંડ નહિ કરી હવે ચૂંટણી પુરી થતાની સાથે સામાન્ય  માણસો ને અને દુકાનદારોને દંડ કરી હેરાન કરો છો કહીને  આડા હાથે લીધા હતા.

ગુજરાત વિધાનસભા / આ વિધાનસભા સત્રમાં સરકાર લવજેહાદનો કાયદો લાવશે : રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

નેતાઓને છૂટ ..! ચૂંટણી સમયે આ કામગીરી કરી હોતતો આ કોરોના પાછો વકરત નહિ કહીને મનપાની ટિમ સાથે લોકોએ હોબાળો મચાવીને ત્યાંથી ભગાડી મુક્યા હતા. જોકે આ ગાઈડ લાઇન તમામ માટે છે નેતાને છોડી સામાન્ય માણસને તંત્ર હેતર કરતુ હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા.