ગુજરાત/ સિહોરનાં સણોસરા ગામનાં ખેડૂતને હનીટ્રેપમાં આ રીતે ફસાવાયા પછી ખેડૂત પત્નીએ એવું એક્શન લીધું કે…

જમીનનો ગીરો ખત કરાવી તેની પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરી જમીન ખાલી કરાવી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

Gujarat Others Trending
સણોસરા

સિહોર તાલુકાના સણોસરા ગામના ખેડુતને તેની જમીનનાં ભાગ્યા, ભાગ્યાની પત્નિ અને અન્ય એક મિત્રએ મળી હનિટ્રેપમાં ફસાવી રૂ.10 લાખની માંગણી કરી હતી. પરંતુ ખેડુતે રૂપિયા ચુકવવામાં અસમર્થતા દર્શાવતા રૂ.2 લાખનો જમીનનો ગીરો ખત કરાવી તેની પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરી જમીન ખાલી કરાવી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

વધુ વિગત અનુસાર સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા દિલીપભાઈ માવજીભાઈ કેવડિયાએ સોનગઢ પોલીસ મથકમાં વિજય અશોકભાઈ રાઠોડ, મુસ્કાનબેન વિજયભાઈ રાઠોડ (બંન્ને રહે. ઈશ્વરિયા, તા. સિહોર) અને અશોક ભકાભાઈ લવતુકા (રેઆંબલા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે વિજયભાઈ અને મુસ્કાનબેન તેમની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા હોય તેમણે લાલચમાં નાખી તેમની પાસેથી રૂ.70 હજાર પડાવી લીધાં બાદ તેમને વાડીમાં ભાગીયું રાખ્યું ત્યાં આવવું હોય તેમ કહી ઈશ્વરિયા બોલાવ્યા જ્યાં મુસ્કાનબેન એકલા હતા તેમણે તેમને ઘરમાં બોલાવી અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બહારથી વિજયભાઈ અચાનક (પૂર્વ પ્લાન મુજબ)આવી બારણું ખટખટાવ્યું અને મુસ્કાનબેને રૂમ ખોલ્યો અને વિજયભાઈએ તેમની પત્નિ સાથે શું કરે છે તેમ કહી અપશબ્દો કહી માર માર્યો હતો ત્યાં અશોકભાઈ લવતુકા આવી ગયા અને તમામે દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. રૂ.10 લાખની માંગણી કરી હતી જેમાં તેમણે અસમર્થતા બતાવતા અંતે રૂ.2 લાખનો જમીનનો ગીરો ખત કરાવી લીધો હતો. જે બાદ અશોકભાઈ લવતુકા અવારનવાર તેમની પાસે પૈસા માંગી જમીન ખાલી કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. સોનગઢ પોલીસે 3 આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

સણોસરા

આ બાબતે DYSP એમ.એ. સૈયદે કહ્યું હતું કે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુન્હો દાખલ કરાયો છે. ફરિયાદી દિલીપભાઇ માવજીભાઈ કેવડીયાએ તેમને તેમના ભાગ્યા હતા વિજયભાઇ રાઠોડ અને તેમની પત્ની મુસ્કાન અને ત્રીજા અશોકભાઇ રબારી દ્વારા હનીટ્રેપ કરાયું. તેમની પાસેથી અલગ અલગ 70 હજાર પડાવી  અને ત્યારે પછી ટ્રેપમાં ફસાવી બળાત્કારની ફરિયાદ કરીશું એમ કરી અને બે લાખનું ગીરો ખત કરાવી કરવી લીધું છે અનુસંધાને ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 384, 389, 120 B, 504, 506(2), 144 વિગેરે મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ મેળવી આગળની તપાસ ચાલી રહી છે.

જ્યારે ફરીયાદી આશાબેને જણાવ્યું હતું કે, ઘટના એવી છે કે ભાગ્યા અમારે લાવવાના હતા એટલે એની ઘરવાળીએ મારા ઘરવાળાને ફસાવવા માટે બોલાવ્યા અંદર બોલાવીને રૂમનો દરવાજો બંધ કરી દીધો ત્યાં બે ભાઈઓ આવ્યા અશોકભાઇ અને વિજય આવીને મારા ઘરવાળા ને મર માર્યો મારીને દસ લાખ રૂપિયા લખવાનું કેતાહતા તો મારા ઘરવાળાએ આજીજી કરી મારો કાઈ વાંક નથી છતાં તમે આવું બધુ લખવી નાખો છો હું ક્યાંથી દસ લાખ રૂપિયા લાવું તો આરોપીએ એમ કીધું દસ લાખ ના થાય તો 2 લાખ આપ બે લાખ લખવી નાખ્યા અને સિહોર નોટરી કરવી જમીન પણ લખવી લીધી અને મારા ઘરવાળા ને માર્યા હતા.

આ પણ વાંચો : ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?