Not Set/ ટયુશન ક્લાસીસનો શિક્ષક બન્યો હેવાન, સગીર વિદ્યાર્થીનીના ઘરે જઈ આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી છે. સગીરા પર એક શિક્ષકે ઘર જ દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. નરાધમ શિક્ષક અભ્યાસને બહાને ઘરે આવતો હતો. જયાં તેણે વિદ્યાર્થીની પર બે બાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નરાધમ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. હાલ આ […]

Gujarat Rajkot
503ddf83f34d158e11212b819738b250 ટયુશન ક્લાસીસનો શિક્ષક બન્યો હેવાન, સગીર વિદ્યાર્થીનીના ઘરે જઈ આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી છે. સગીરા પર એક શિક્ષકે ઘર જ દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. નરાધમ શિક્ષક અભ્યાસને બહાને ઘરે આવતો હતો. જયાં તેણે વિદ્યાર્થીની પર બે બાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નરાધમ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. હાલ આ મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ક્લાસીસ માટે જતી હતી. પરંતુ કોરોના લોકડાઉનના કારણે તમામ શાળા અને ક્લાસીસ બંધ હોવાથી, નરાધમ શિક્ષક સગીરાના ઘરે જઈ ભણાવતો હતો. ત્યારે અક્ષર ક્લાસિસના શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીની પોતાની હવસનો શિકાર બનાવવા માટેની તક શોધતા જ હતો, આવામાં એક સગીરાની માતા ઘરે ન હોવાથી એકલતાનો લાભ લઈને સગીરા વિદ્યાર્થીના ઘરમાં ધૂસીને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

આપને જણાવી દઈએ કે નરાધમ શિક્ષકે સગીર વિધાર્થિની પર એક વખત નહીં પરંતુ સગીર વિધાર્થિનીના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચાર્ય બાદ નરાધમેં સગીરા વિધાર્થિનીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની વાત વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરી હતી. ત્યારબાદ ગુસ્સામાં લાલપીળો થતો પરિવાર અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.