ભુજ/ કચ્છ સરહદ પરથી એક સાથે દસ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ પકડાયા

કચ્છ સરહદ પરના હરામી નાળા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 04 પાક માછીમારોને BSF ભુજની એમબુશ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા

Top Stories Gujarat Others
ભુજ

પાકની નાપાક હરકતો યથાવત રહી છે. ગુજરાતીમાં કહેવત છે કે કૂતરાની પુંછડી વાંકી. બસ પાકિસ્તાનનું પણ આવું જ છે. તે તેના બદ ઈરાદા અને નાપાકા હરકતોમાંથી ઊંચું આવતું જ નથી. જોકે તેનો માર ભારતને પડે છે પરંતુ હવે ભારત પણ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. પાકિસ્તાનમાંથી અવાર નવાર યેનકેન રીતે ભારતમાં પ્રવેશ કરવામાં  આવે છે અથવા ઘૂસણખોરી થયાની વાતો સામે આવે છે.

ભુજ

મળતી માહિતી અનુસાર પણ આજ રોજ વહેલી સવારે કચ્છ સરહદ પરના હરામી નાળા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 04 પાક માછીમારોને BSF ભુજની એમબુશ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા અને 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી. સરહદ પર ના બીપી નંબર 1165 અને 1166 ની વચ્ચે, એક ખાસ એમ્બુશ ટીમે ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલા ભારત-પાક સરહદ નજીકના હરામીનાલા વિસ્તારમાં હિલચાલ જોઈ હતી અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જ્યારે પકડાયેલા માછીમારો અને બોટની વધુ તપાસ હાથ ધરી હતી પણ બોટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નોહતી. જોકે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી…