Not Set/ ભારતનું ન્યાયતંત્ર એ દુનિયાની સૌથી મજબૂત સંસ્થા છે : CJI દીપક મિશ્રા

નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સોમવારે પોતાના પદ પરથી રિટાયર્ડ થઇ રહ્યા છે, ત્યારે તેઓના અંતિમ દિવસે ફેરવેલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ફેરવેલ કાર્યક્રમમાં દીપક મિશ્રાએ પોતાના સંબોધનમાં દેશના ન્યાયતંત્રને દુનિયાનું સૌથી મજબૂત સંસ્થા બતાવી હતી. દીપક મિશ્રાએ પોતાના સંબોધનમાં કહ્યું, I do not judge people by history, I judge […]

Top Stories India Trending
deepak mishra ભારતનું ન્યાયતંત્ર એ દુનિયાની સૌથી મજબૂત સંસ્થા છે : CJI દીપક મિશ્રા

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સોમવારે પોતાના પદ પરથી રિટાયર્ડ થઇ રહ્યા છે, ત્યારે તેઓના અંતિમ દિવસે ફેરવેલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ફેરવેલ કાર્યક્રમમાં દીપક મિશ્રાએ પોતાના સંબોધનમાં દેશના ન્યાયતંત્રને દુનિયાનું સૌથી મજબૂત સંસ્થા બતાવી હતી.

દીપક મિશ્રાએ પોતાના સંબોધનમાં કહ્યું,

હું લોકોનું તેઓના ઈતિહાસથી નહી પરંતુ તેઓની ગતિવિધિઓ અને દ્રષ્ટિકોણ દ્વારા આંકલન કરતો હોવ છું.

ભારતનું ન્યાયતંત્ર એ દુનિયાની સૌથી મજબૂત સંસ્થા છે.

ન્યાયનો ચહેરો હંમેશા માનવીય જ હોવો જોઈએ.

તેઓ બાર એસોસિએશના કર્જદાર છે અને તેઓ અહિયાથી તમામ સંતુષ્ટા સાથે વિદાય લઈ રહ્યો છું.

હું અહિયાં બેઠેલા લોકો સાથે “સિટિંગ લવ” અને ઉભા રહેલા લોકો સાથે “સ્ટેન્ડિંગ લવ”ની ઈચ્છા રાખી રહ્યો છું.

ભારતનું ન્યાયતંત્રને દુનિયાની સૌથી મજબૂત સંસ્થા બતાવતા પાછળ જજોની ભૂમિકાને પ્રમુખ બતાવી હતી.

યુવાન વકીલો અને સ્ટુડન્ટ પાસે અસીમિત સંભાવનાઓ છે.

આ ઉપરાંત બાર એસોસિએશન દ્વારા આયોજિત ફેરવેલ કાર્યક્રમમાં CJI દીપક મિશ્રાએ પોતાના સાથીદાર જજોને યાદ કર્યા હતા. આ પહેલા આગામી CJI રંજન ગોગોઈએ દીપક મિશ્રા સાથે મળી તેઓના વિઝનને લઈ પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે રિટાયર્ડ થઈ રહેલા CJI દીપક મિશ્રાની જગ્યાએ આગામી ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈ પોતાનો કાર્યભાર સંભાળશે.