Women's Reservation Bill/ હું મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરૂ છું, આ રાજીવ ગાંધીનું સપનું હતુંઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના બીજા દિવસે અને નવી લોકસભાના પ્રથમ દિવસે મોદી સરકારે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) લોકસભામાં રજૂ કર્યું છે. મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર આજે (બુધવારે) લોકસભામાં ચાર્ચા ચાલી રહી છે જ્યારે ગુરૂવારે રાજ્યસભામાં ચર્ચા થશે. જણાવી દઇએ કે આ બિલમાં મહિલાઓને લોકસભા અને […]

Top Stories India Breaking News Politics
Womens Reservation Bill હું મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરૂ છું, આ રાજીવ ગાંધીનું સપનું હતુંઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના બીજા દિવસે અને નવી લોકસભાના પ્રથમ દિવસે મોદી સરકારે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) લોકસભામાં રજૂ કર્યું છે. મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર આજે (બુધવારે) લોકસભામાં ચાર્ચા ચાલી રહી છે જ્યારે ગુરૂવારે રાજ્યસભામાં ચર્ચા થશે.

જણાવી દઇએ કે આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે. મહિલા અનામત બિલ પર ફરી એકવાર સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી જોવા મળી રહી છે. મહિલા અનામત બિલનો શ્રેય લેવા માટે પક્ષ-વિપક્ષ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ચર્ચા શરૂ કરી છે. તેમણે કહ્યું કે આ બિલ મહત્વપૂર્ણ છે. આ બિલ મહિલાઓના ઉત્થાન માટે લાવવામાં આવ્યું છે.

બિલ પર ચર્ચા દરમિયા સોનિયા ગાંધીએ કહ્યું સ્ત્રીઓએ કપરા સમયમાં સપના સાકાર કરવામાં મદદ કરી, ઇન્દિરા ગાંધીજીનું વ્યક્તિત્વ તેનું મોટું ઉદાહરણ. મહિલા આરક્ષણનું બિલ રાજીવ ગાંધી જ લાવ્યા હતા. સંસદમાં 7 મતથી આ બિલ પડી ભાંગ્યુ હતુ. ત્યારબાદ આ બિલ પસાર કરવામાં આવ્યુ. રાજીવ ગાંધીનું સપનું અડધુ સાકાર થયુ છે. આ બિલ પસાર થતા તેમનું સપનું પૂરું થશે. કોંગ્રેસ આ બિલનું સમર્થન કરે છે.


હાલ લોકસભામાં મહિલાઓની સ્થિતિત શું છે?
હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે, આ બિલ પાસ થયા બાદ સંસદમાં 181 મહિલા સાંસદો હશે. આ અનામત સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે લાગુ પડશે. રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાને લાગુ પડશે નહીં.

2024ની લોકસભાની ચૂંટણીમાં લાગુ થશે!
સામાન્ય ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવું લગભગ અશક્ય છે. જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર થશે તો આ વખતે અનામત લાગુ નહીં થાય.આ બિલ 2029ની લોકસભા ચૂંટણી અથવા તે પહેલાંની કેટલીક વિધાનસભા ચૂંટણીઓથી લાગુ થઈ શકે છે.

બિલ વિધાન પરિષદમાં લાગુ નહીં થાય
આરક્ષણ ફક્ત સીધા ચૂંટાયેલા ગૃહો એટલે કે લોકસભા અને વિધાનસભામાં જ લાગુ થશે. આ અનામત રાજ્યસભા અને વિધાન પરિષદોમાં લાગુ થશે નહીં. સીમાંકન બાદ મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવશે. આ બિલ આગામી 15 વર્ષ સુધી અમલી રહેશે. ત્યાર પછી સંસદમાં ઠરાવ પસાર કરીને ફરી અનામત વધારી શકાશે.

અટલજીની સરકારમાં લવાયું હતું બિલ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા આરક્ષણ માટે દાયકાઓથી પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તે ક્યારેય ગૃહમાં પસાર થઈ શક્યું નથી. આ બિલ 1996માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન લાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેમ છતાં બિલ અટવાયું હતું. હવે આ નવા ઘરમાંથી આ પવિત્ર કાર્ય થશે. પીએમ મોદીએ કહ્યું કે કદાચ ભગવાને મને આવા કેટલાક પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Constitution/ બંધારણની નવી નકલ પર વિવાદઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો મોટો આરોપ

આ પણ વાંચો: Cricket/ ICCએ ત્રણ ભારતીયો સહિત આઠ લોકોને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: ટૂંકા કપડાં હોસ્ટેલમાં?/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તઘલખી નિર્ણય, ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય