Ishaan Kishan Wealth: ક્રિકેટ ભારતમાં સૌથી વધુ જોવામાં આવતી રમત છે. લોકો ક્રિકેટ રમવા અને જોવાનું પસંદ કરે છે. દેશમાં આ રમતને એક ધર્મની જેમ જોવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા ખેલાડીઓને તેમના ચાહકો ભગવાનનો દરજ્જો આપે છે. દેશમાં તમે રસ્તાઓ પર બાળકોને ક્રિકેટ રમતા જોઈ શકો છો. ક્રિકેટના શોખીનો મોટી સંખ્યામાં છે. ભારતીય ક્રિકેટરોને ખૂબ ફોલો કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું ઈશાન કિશન વિશે જેણે નાની ઉંમરમાં ઘણું નામ કમાઈ લીધું છે.
ઈશાન કિશન ભારતીય ક્રિકેટ ટીમનો યુવા બેટ્સમેન છે. તેના સતત સારા પ્રદર્શનને કારણે તે મર્યાદિત ઓવરોની ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા વર્ષમાં તેની આવકમાં પણ ઘણો વધારો થયો છે. તે એવા ક્રિકેટરોમાં સામેલ છે જેઓ નાની ઉંમરમાં કરોડપતિ બની ગયા હતા. હવે તેની ઉંમર 24 વર્ષની છે અને તેની કમાણી કરોડોમાં છે. ઈશાન કિશન દર મહિને 1.2 કરોડથી વધુની કમાણી કરે છે. IPLમાંથી જ તેનો વાર્ષિક પગાર 15.25 કરોડ રૂપિયા છે. આ સિવાય તે જાહેરાતોમાંથી પણ થોડી કમાણી કરે છે. તેની કુલ સંપત્તિ લગભગ 45 કરોડ રૂપિયા છે. તે ખૂબ જ નાની ઉંમરમાં કરોડપતિ બની ગયો. ઈશાનના કોચ કહે છે કે, તેની પ્રતિભા મહેન્દ્ર સિંહ ધોની અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ જેવી છે. પટનામાં જન્મેલો ઈશાન કિશને અત્યાર સુધીમાં 10 વનડે અને 21 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે વનડેમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તાજેતરમાં જ તેણે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 4 અડધી સદીની મદદથી કુલ 589 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાલમાં તેના 2959 રન છે.
આ પણ વાંચો: અત્યાચાર/પાકિસ્તાનમાં હિન્દુઓ પર વધી રહ્યા છે અત્યાચાર, મહિલાનું શિરચ્છેદ કરતા મુદ્દો આતંરરાષ્ટ્રીય સ્તરે પહોચ્યો,ભારતે
