કચ્છ,
કચ્છમાં પવનચક્કીના કારણે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ત્યારે “પવનચક્કી હટાવો, ક્ચ્છ બચાવો“ના નારા સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા આડેધડ નખાતી પવનચક્કી સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને પવનચક્કીના કારણે પર્યાવરણ અને અમૂલ્ય વન સંપત્તિને થઇ રહેલા નુકસાનની સમીક્ષા કરી હતી.

પવનચક્કી માટે જુના વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે તો કુદરતી ડુંગરો તોડીને તેની સુંદરતાનો નાશ કરાઈ રહ્યો છે.. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું કે, જે રીતે કચ્છમાં આડેધડ પવનચક્કી નખાઇ રહી છે.

તે જોતા આગામી દિવસોમાં સરહદી ક્ચ્છ જિલ્લામાં માત્ર પવનચક્કીઓ અને તેના વિજતાર જ બચશે. ત્યારે આ અંગે લોકો જાગૃત બને અને પવનચક્કીના પ્રોજેકટને અટકાવી ક્ચ્છની સંપત્તિઓને થતા નુકસાનને અટકાવવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી…
