Not Set/ Asian Games 2018 : ભાલા ફેંકમાં ૨૦ વર્ષના નીરજ ચોપરાએ ગોલ્ડ પર સાધ્યું નિશાન

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં સોમવારે ભારતના ખાતામાં વધુ ૫ મેડલ વધારો થયો છે. એશિયન ગેમ્સના નવમાં દિવસે ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ, ૩ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. #AsianGames2018: India's Neeraj Chopra wins a gold medal in men's javelin throw final. pic.twitter.com/29BXLADs1i — ANI (@ANI) August 27, 2018 ભારતીય ખેલાડી નીરજ […]

Top Stories Trending Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં સોમવારે ભારતના ખાતામાં વધુ ૫ મેડલ વધારો થયો છે. એશિયન ગેમ્સના નવમાં દિવસે ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ, ૩ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને આઠમો ગોલ્ડ અપાવ્યો છે. ૨૦ વર્ષીય નીરજ ચોપરાએ એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ થ્રો ૮૮૦.૦૬ મીટર સાથે ભાલો ફેંકીને ગોલ્ડ પર નિશાન સાધ્યું છે.

આ મુકાબલામાં નીરજે પૂરી તાકાત સાથે ભાલો થ્રો કર્યો હતો. પહેલીવારમાં તેઓએ ૮૩.૪૬ મીટર દૂર ભાલો થ્રો કર્યો હતો. બીજીવારમાં તેઓ ફાઉલ કરી ગયા હતા. પરંતુ ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટર, ચોથાવારમાં ૮૩.૨૫ મીટર, પાંચમીવારમાં ૮૬.૬૩ મીટર અને તેઓનો છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો.

આ ઉપરાંત નીના વરકિલે લોંગ જંપ સ્પર્ધામાં ભારતને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો છે.

સોમવારે ભારતની ધારુન અય્યાસામીએ ૪૦૦ મીટર હર્ડલની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ સુધા સિંહે ૩૦૦૦ મીટર સ્ટીપચેજમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઈના નેહવાલે સૌથી પહેલા બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. બેડમિન્ટનની સેમીફાઈનલ મેચમાં હાર સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતીય મહિલા શટલર સાઈના નેહવાલ ચીની તાઈપેની જુ યિંગ સામે સીધી ગેમમાં મેચ હારી હતી. સાઈના નેહવાલ ૨૧-૧૭, ૨૧-૧૪ થી સીધા સેટમાં મેચ હારી હતી.

જયારે સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી વી સિદ્ધુએ એશિયાઇ ગેમ્સના ઈતિહાસમાં બેડમિન્ટન મહિલા ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની છે.

ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડી સિદ્ધુએ સેમિફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ટોપની ખેલાડી જાપાનની અકાને યામાગુચીને રસાકસીભરી મેચમાં ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી હતી.

૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૪૧ મેડલ આવ્યા છે, જેમાં ૮ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૪૧ મેડલ સાથે ૯માં નંબરે છે.