Not Set/ Muthoot Finance નાં MD પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ

મુથૂટ ફાઇનાન્સ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ ઉપર હુમલો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે, જે પછી ખળભળાટ મચી ગયો છે, માહિતી અનુસાર કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર ઉપર મંગળવારે પથ્થરમારો કર્યો હતો જેમાં તે ઘાયલ થયા હતા. જ્યોર્જ એલેક્જેન્ડરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આપને […]

Top Stories India

મુથૂટ ફાઇનાન્સ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ ઉપર હુમલો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે, જે પછી ખળભળાટ મચી ગયો છે, માહિતી અનુસાર કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર ઉપર મંગળવારે પથ્થરમારો કર્યો હતો જેમાં તે ઘાયલ થયા હતા. જ્યોર્જ એલેક્જેન્ડરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે મુથૂટ ફાઇનાન્સે ગયા મહિને દેશભરમાં 160 કર્મચારીઓને નોકરીમાંથી કાઠ્યા હતા. જ્યોર્જ એલેક્જેન્ડર પર હુમલો પણ આ જ છટણી સાથે જોડાયેલો હોય તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ પર સવારે 9 વાગ્યે આઈજી ઓફિસની સામે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ આ હુમલાને બદલાની ભાવનાથી જોડીને જોઇ રહી છે કારણ કે ડિસેમ્બરમાં કંપનીએ દેશમાં મુથૂટ ફાઇનાન્સની 43 શાખાઓનાં 160 કર્મચારીઓને છૂટા કર્યા હતા. આ નિર્ણયથી નારાજ કર્મચારીઓનો એક મોટો વર્ગ કંપનીનાં સંચાલન સામે પણ વિરોધ કરી રહ્યો છે. આ પ્રદર્શન ભારતીય ટ્રેડ યુનિયન સેન્ટર (સીટૂ) નાં બેનર હેઠળ છે. કંપનીના એમડી પર થયેલા હુમલાનાં આરોપ પણ સીટૂ પર લગાવવામાં આવ્યા છે. મંગળવારે પથ્થરમારામાં જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટને માથામાં ઈજા પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.