મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પાસેથી ત્રણ શખ્સની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. બુધવારે ગેટ વે ઓફ ઇન્ડિયા પર એક કુવૈતની નાની બોટમાં અજાણ્યા ત્રણ લોકો વારંવાર આંટાફેરા મારતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ત્રણેય શખ્સની પૂછપરછ કરતા તેમના નિવેદનો પર શંકા જતા કુવૈતની બોટને પણ જપ્ત કરી. પોલીસે જણાવ્યું કે ત્રણેય પર ગેરકાયદેસર રીતે મુંબઈમાં પ્રવેશ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીએ કહ્યું કે ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ પર પાર્ક કરેલી બોટમાંથી પ્રથમ દૃષ્ટિએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બોટ દ્વારા આવેલા ત્રણેય લોકો તમિલનાડુના રહેવાસી છે, તેઓ બે વર્ષ પહેલા કામ અર્થે કુવૈત ગયા હતા.
અધિકારીએ જણાવ્યું કે જે એજન્ટ તેમને કુવૈત લઈ ગયો તેણે તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા. તેમણે જણાવ્યું કે ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ પર પહોંચતા જ બોટની તલાશી લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, અહીંની કોલાબા પોલીસે પાસપોર્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર પ્રવેશ માટે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નવેમ્બર 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો કરનાર 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે શહેરમાં પ્રવેશ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના પેટ્રોલિંગ યુનિટ દ્વારા જહાજને જોવામાં આવ્યું હતું. કુવૈતથી આવી રહેલા નાના જહાજને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ અટકાવવામાં આવ્યું હતું. પૂછપરછ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને તેમને ગેટ વે ઓફ ઇન્ડિયા પર લઈ આવ્યા. આ જહાજની ઓળખ ‘અબ્દુલ્લા શરાફત’ તરીકે કરવામાં આવી છે. જહાજમાં ઓછામાં ઓછા ત્રણ લોકો સવાર હતા, જેમની કોલાબા પોલીસ દ્વારા ભારતીય નેવી અને કોસ્ટલ પોલીસની ટીમ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા ત્રણેય લોકો તમિલનાડુના રહેવાસી છે. એજન્ટ તેને કામ માટે કુવૈત લઈ ગયો હતો. ત્યાં અત્યાચાર ગુજાર્યા બાદ તે ત્યાંથી છૂપી રીતે ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર/ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઠરાવ, વર્કિંગ પ્રોફેશનલ હવેથી ફૂલ ટાઈમ કોર્સ કરી શકશે
આ પણ વાંચો: Morbi Hadsa/મોરબી : કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મૃત્યુ, પરિણીત પ્રેમી પંખડા કેનાલમાં પડ્યા, પ્રેમમાં અંધ બનેલ પુત્રને બચાવવા જતા પિતા પણ મોતને ભેટયા
આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી
