Not Set/ રાજ્યમાં સીઝનનો 131.56 ટકા વરસાદ ખાબક્યો, પાટણમાં ધોધમાર, રાજકોટમાં 102 વર્ષનો રેકોર્ડ બ્રેક

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. ભરૂચના હાંસોલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. હાંસોલમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જામનગરના જોડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 4 ઇંચ, અને સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. રાજકોટમાં તો વરસાદે 102 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજકોટમાં મેઘાએ રમઝટ બોલાવતા 3 કલાકમાં 9 ઇંચની તોફાની રાસલીલા કરી પાણી પાણી કરી દીધુ હતું. […]

Top Stories Gujarat Others
rain 3 રાજ્યમાં સીઝનનો 131.56 ટકા વરસાદ ખાબક્યો, પાટણમાં ધોધમાર, રાજકોટમાં 102 વર્ષનો રેકોર્ડ બ્રેક

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. ભરૂચના હાંસોલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. હાંસોલમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જામનગરના જોડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 4 ઇંચ, અને સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે.

રાજકોટમાં તો વરસાદે 102 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજકોટમાં મેઘાએ રમઝટ બોલાવતા 3 કલાકમાં 9 ઇંચની તોફાની રાસલીલા કરી પાણી પાણી કરી દીધુ હતું.

ગુજરાતનાં 33 જિલ્લામાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ છે. 37 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 16 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ જોવામાં આવ્યો છે.  રાજ્યમાં ચોમાસાની ઋતુનો 131.56 ટકા વરસાદ ખાબકી ગયો છે અને હાલ પણ અવિરત વરસી રહ્યો છે.

તો પાટણ જિલ્લામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લઈ સમગ્ર શહેરમા પાણી ભરાયા છે. પાટણ બસ સ્ટેન્ડ અને શ્રમજીવી વિસ્તાર પાણી ગરકાવ થઇ ગયા છે. પાટણ શહેર સહીત જિલ્લામાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે.  રેલવે ગરનાળુ અને પાટણ કોલેજ અંડરપાસમા પાણી ભરાયા છે. કેનાલો ઓવરફલૉ થતા, વરસાદી પાણીએ બેક માર્યું હોવાથી પાણી નિકાલ વ્યવસ્થા ઠપ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.