Political/ કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત વિપક્ષના નેતા અંગે નિર્ણય લેશે, અર્જુન મોઢવાડિયા રેસમાં અગ્રેસર

ગુજરાતમાં કારમો પરાજય થયા બાદ હવે કોંગ્રેસ વિપક્ષનો નેતાના નામ મામલે પણ અવઢવમાં મૂકાઇ છે. કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ પણ હજુપણ આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
7 16 કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત વિપક્ષના નેતા અંગે નિર્ણય લેશે, અર્જુન મોઢવાડિયા રેસમાં અગ્રેસર
  • વિપક્ષ નેતાના નામને લઈ કોંગ્રેસમાં અવઢવ
  • કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ લેશે આ મામલે નિર્ણય
  • અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલાયો છે ઠરાવ
  • હાલ કોંગ્રેસના 4 MLA વિપક્ષ નેતા પદની રેસમાં
  • અર્જુન મોઢવાડિયા,શૈલેષ પરમારનું નામ રેસમાં આગળ
  • અમિત ચાવડા અને સી.જે.ચાવડા પણ મેદાનમાં

ગુજરાતમાં કારમો પરાજય થયા બાદ હવે કોંગ્રેસ વિપક્ષનો નેતાના નામ મામલે પણ અવઢવમાં મૂકાઇ છે. કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ પણ હજુપણ આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે.વિપક્ષના નેતા તરીકે કોને જવાબદારી સોંપવામાં આવશે હજી નકકી  થયું નથી. આ મામલે પણ  હવે હાઇકમાન્ડ નિર્ણય લેશે. કોંગ્રેસના ચાર ધારાસભ્યો વિરોધ પક્ષ નેતાની હોડમાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગેને વિરોધ પક્ષના નેતા અંગેનો ઠરાવ મોકલવામાં આવ્યો છે, હવે તેઓ આ મામલે નિર્ણય લેશે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, અમિત ચાવડા અને સી.જે.ચાવડાના નામ આ રેસમાં સામેલ છે, આ મામલે હવે હાઇકમાન્ડ આજે જ નિર્ણય લેશે. વિધાનસભાનું પ્રથમ સત્ર આજે મળવા જઇ રહ્યું છેે. જેના લીધે વિરોધ પક્ષના નેતાની ઘોષણા તરત કરી દેવામાં આવશે