Not Set/ પીએમ મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે, ગુજરાત ગૌરવ યાત્રાના મહાસંમેલનને કરશે સંબોધિત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ હાલ રાજ્યભરમાં સત્તા બચાવવા તેમજ ૧૫૦ + સીટના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કમર કસી છે ત્યારે સોમવારે ગાંધીનગરના ભાટ ગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પર એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ  મહાસંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક […]

Top Stories
narendra modi foreign visit પીએમ મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે, ગુજરાત ગૌરવ યાત્રાના મહાસંમેલનને કરશે સંબોધિત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ હાલ રાજ્યભરમાં સત્તા બચાવવા તેમજ ૧૫૦ + સીટના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કમર કસી છે ત્યારે સોમવારે ગાંધીનગરના ભાટ ગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પર એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ  મહાસંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ મહા સંમેલનના મંચ પર ઉપસ્તિથ રહેશે.

આ મહાસંમેલન બપોરે ૩ વાગે શરુ થશે, અને પીએમ મોદી બીજેપી કાર્યકર્તાઓ અને ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ઉપસ્તિથ ૭ લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી હાલ ભાજપ માટે હાલ “કરો યા મરો” સમાન બની ચુકી છે ત્યારે છેલ્લા ૧૨ મહિનામાં પીએમ મોદીનો આ ૧૪ મો ગુજરાત પ્રવાસ છે જયારે છેલ્લા ૩૦ દિવસમાં ચોથી વાર ગૃહ રાજયમાં આવી રહ્યા છે.