Delhi/ દિલ્હીમાં એક ટ્વિટથી પોલીસ બેડામાં મચી દોડધામ, ઓટો વિસ્ફોટક સામગ્રી લઇને પ્રગતિ મેદાન જઇ રહી છે, જાણો પછી શું થયું…

પ્રગતિ મેદાનમાં G20 સમિટ ચાલી રહી હોવાથી. જેથી આ ટ્વીટ બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.

Top Stories India

દિલ્હી આઉટર નોર્થ જિલ્લાની પોલીસ બેડામાં દોડધામ થઇ ગઇ,જ્યારે એક વ્યક્તિએ જિલ્લાના ડીસીપીને ટેગ કરીને ટ્વીટ કર્યું કે એક ઓટો ગન અને વિસ્ફોટકો પ્રગતિ મેદાન તરફ જઈ રહ્યા છે. તેણે ટ્વીટમાં ઓટોનો નંબર લખ્યો હતો. પરંતુ જ્યારે પોલીસે આ સમગ્ર મામલાની તપાસ કરી તો મામલો કંઈક અલગ જ નીકળ્યો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપીનું નામ કુલદીપ શાહ છે. તેણે ડીસીપી આઉટર નોર્થને ઓટો નંબર સાથે ટેગ કરીને ટ્વીટ કર્યું કે ઓટો જેનો નંબર આ છે. તે ઓટો ગન અને વિસ્ફોટકો સાથે પ્રગતિ મેદાન તરફ જઈ રહી છે. પ્રગતિ મેદાનમાં G20 સમિટ ચાલી રહી હોવાથી. જેથી આ ટ્વીટ બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.

 

 

 

ઉલ્લેખનીય છે કે ટ્વીટના આધારે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે તે ઓટોની શોધ કરી હતી જેનો નંબર ટ્વીટમાં દર્શાવવામાં આવ્યો હતો. પોલીસે થોડી જ વારમાં ઓટોને ટ્રેસ કરી અને ઓટો માલિકના ઘરે પહોંચી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો જોયું કે ઓટો ઘરે ઉભી હતી.

વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ઓટો ચાલક કપડા સપ્લાય કરતો હતો. અને ફરિયાદ ટ્વીટ પારસ્પરિક અદાવતના કારણે ઓટો માલિકને ફસાવવાના ઈરાદાથી જાણી જોઈને કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે પાર્કિંગને લઈને ઓટો માલિક અને આરોપીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ પછી પોલીસને આખો મામલો સમજવામાં વધુ સમય ન લાગ્યો.