વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ઉપસ્તિથ ૭ લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, “આજની હવામાનની સ્તિથી જોતા, ચુંટણી પહેલા આજે ગુજરાતમાં જુમલાઓનો વરસાદ થશે.”
રાહુલ ગાંધીની સાથે સાથે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ પીએમ મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, “રાજ્યના ૬.૫ કરોડ ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે તેઓ આજે છત્રી લઈને બહાર નીકળે કારણ કે,જુમલા કિંગ આવી રહ્યા છે, ક્યાય પણ જુમલાઓનો વરસાદ થઇ શકે છે.”
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીને જોતા છેલ્લા ૧૨ મહિનામાં પીએમ મોદીનો આ ૧૪ મો ગુજરાત પ્રવાસ છે તેમજ છેલ્લા કેટલાક સમયથી ભાજપના શીર્ષ નેતાઓની ગુજરાત મુલાકાતમાં નોધપાત્ર વધારો થયો છે.