Not Set/ જાણો, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર ન થવા બદલ કોંગ્રેસે શું આપ્યું નિવેદન ?

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર ન થવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર ચૂંટણી આયોગ પર દબાણ કરીને ગુજરાત ચૂંટણીને મુલતવી કરાવવા ઈચ્છે છે. પરંતુ, જનતા ભાજપને હટાવવા પર મન બનાવી ચુકી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે, શું ગુજરાતમાં ચૂંટણી આચાર સંહિતાની ઘોષણા એટલા […]

Top Stories
surjewala જાણો, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર ન થવા બદલ કોંગ્રેસે શું આપ્યું નિવેદન ?

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર ન થવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર ચૂંટણી આયોગ પર દબાણ કરીને ગુજરાત ચૂંટણીને મુલતવી કરાવવા ઈચ્છે છે. પરંતુ, જનતા ભાજપને હટાવવા પર મન બનાવી ચુકી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે, શું ગુજરાતમાં ચૂંટણી આચાર સંહિતાની ઘોષણા એટલા માટે ન થઇ રહી કેમ કે નરેન્દ્ર મોદી ૧૬ ઓક્ટોબરે લલચામણા જુમલા આપવા ત્યાં જઈ રહ્યા છે ?

મુખ્ય ચૂંટણી આયુક્ત અચલ કુમાર જ્યોતિને પરંપરા તોડતા તે ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી કાર્યક્રમ એક સાથે જાહેર કેમ નથી કરી રહ્યા જણાવ્યું કે, બંને પ્રદેશોમાં મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮ ડિસેમ્બરે થશે. રાજ્યના મુખ્ય સચિવ પાસેથી આયોગને પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈમાં આવેલ પુરના કારણે ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર આયોગને વીવીપીએટીની ઉપલબ્ધતા પણ નક્કી કરવાની છે.