અમદાવાદ/ ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

અમદાવાદ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં દરરોજ 20થી વધુ પશુઓના મોત થઇ રહ્યા છે.જેને લઈને કોર્પોરેશન ખાતે માલધારી ઓ દેખાવો કરી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
પ્લાસ્ટિક
  • પ્લાસ્ટિક ખાવાથી મોતનો કોર્પોરેશનનો દાવો
  • ઢોર ડબ્બામાં થતા પશુઓના મોતનો મામલો
  • પશુઓના મોતના કારણે માલધારી સમાજ આકરા પાણીએ
  • વિપક્ષ નેતાએ ગાયોને રાખવામાં આવતા સ્થળોની લીધી મુલાકાત
  • દરરોજ 20થી વધુ પશુઓના થાય છે મોત

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં મરેલા પશુઓને લઈને હોબાળો થયો હતો.જે બાદ વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઢોર ડબ્બામાંની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કોર્પોરેશન અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તો કોર્પોરેશને ગાયનુ મોત પ્લાસ્ટીક ખાવાથી થતું હોવાનો બચાવ કર્યો હતો.

અમદાવાદ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં દરરોજ 20થી વધુ પશુઓના મોત થઇ રહ્યા છે.જેને લઈને કોર્પોરેશન ખાતે માલધારી ઓ દેખાવો કરી રહ્યા છે.આ માલધારીઓને મળવા માટે વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા તેમજ અન્ય નેતાઓ આવ્યા હતા.નેતાઓએ આ ઢોર ડબ્બામાં ગાયોને રાખવામાં આવતા સ્થળો અને તેમની જાળવણી અંગે માહિતી મેળવી હતી.

અમિત ચાવડાએ આ મામલે સરકાર પ્રહારો પણ કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે આ રીતે રાખવામાં આવતા પશુઓ કરતા રોડ પર મરતા પશુઓની સંખ્યા ઓછી છે.સરકાર બજેટ ફાળવે છે પરંતુ ગાયો સુધી તે પહોંચતો નથી.ડબલ એન્જિનની સરકાર ગાયના નામે મતો મેળવે છે.

બીજી તરફ કોર્પોરેશને સ્વબચાવમાં ગાયોના મૃત્યુ અંગેના કારણો જાહેર કર્યા હતા.ગાયોના સૌથી વધુ મોત પ્લાસ્ટિક ખાવાથી થતા હોવાની માહિતી આપી હતી.રખડતા ઢોર જે પ્લાસ્ટિક ખાય છે જે બાદ તેને સારો ઘાસચારો પાચનમાં તકલીફ પડતી હોવાની વાત કહી હતી.ત્યારે બે ગાયોના પોસ્ટમોર્ટમમાં 40 કિલો પ્લાસ્ટિક નીકળ્યું હોવાનો દાવો કર્યો હતો.

અમદાવાદ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં 8000 જેટલા પશુઓને પકડવામાં આવ્યા હતા.જે બાદ સમયાંતરે પશુઓના મૃતદેહો બહાર આવ્યા હતા.જે બાદ રાજકારણ પણ ગરમાયુ હતું.કોર્પોરેશનની કામગીરી સામે સતત સવાલો માલધારીઓ સમાજે ઉઠાવ્યા છે.

અમદાવાદ કોર્પોરેશન ના  ઢોર ડબ્બામાં મરેલા પશુઓને લઈને હોબાળો થયો હતો.વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા એ ઢોર ડબ્બામાં ની મુલાકાત લીધી હતી. કોર્પોરેશન અને સરકાર  પર આકરા પ્રહાર કર્યા હતા.ગાયોના મોત પ્લાસ્ટીક ખાવાથી થતું હોવાનો બચાવ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા