Not Set/ બ્રિટન બાદ બહેરીને ફાઈઝર રસીને આપી મંજુરી, પરંતુ તાપમાન અવરોધ લાવી શકે છે

બ્રિટન પછી બહેરીને ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ફાઈઝર અને તેના જર્મન ભાગીદાર બાયોનોટેક દ્વારા વિકસિત કોવિડ -19 રસીના ઇમરજન્સી વપરાશને ઔપચારિક મંજૂરી આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે. શુક્રવારે રાત્રે બહરીનની સત્તાવાર સંદેશાવ્યવહાર એજન્સીએ આની જાહેરાત કરી હતી.

Top Stories World
panther 12 બ્રિટન બાદ બહેરીને ફાઈઝર રસીને આપી મંજુરી, પરંતુ તાપમાન અવરોધ લાવી શકે છે

બ્રિટન પછી બહેરીને ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ફાઈઝર અને તેના જર્મન ભાગીદાર બાયોનોટેક દ્વારા વિકસિત કોવિડ -19 રસીના ઇમરજન્સી વપરાશને ઔપચારિક મંજૂરી આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે. શુક્રવારે રાત્રે બહરીનની સત્તાવાર સંદેશાવ્યવહાર એજન્સીએ આની જાહેરાત કરી હતી.

એજન્સીએ કહ્યું, “ઉપલબ્ધ ડેટાના સંપૂર્ણ વિશ્લેષણ અને સમીક્ષા કર્યા પછી, બહેરિનની આરોગ્ય નિયમનકારી એજન્સીએ તેના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.” જોકે, બહરીને તે જણાવ્યું ન હતું કે તેણે રસીનો કેટલો ડોઝ ખરીદ્યો હતો અને રસીકરણ  ક્યારે શરુ થશે.

ફાઈઝરે પછીથી અહેવાલ આપ્યો હતો કે બહેરીનને રસીનો પુરવઠો અને ડોઝની સંખ્યા સહિતના વેચાણ કરાર ગુપ્ત છે અને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ કહ્યું કે અમે રસીના યોગ્ય પરિવહન, સંગ્રહ અને તાપમાનને લગતી વિસ્તૃત લોજીસ્ટીક યોજના બનાવી છે.

જો કે, બહેરીનનું ઉચ્ચ તાપમાન કંપનીની તૈયારીઓ પછી પણ એક પડકાર ઉભો કરી શકે છે. કારણ કે ફાઈઝર-બાયોનોટેક દ્વારા ઉત્પાદિત આ રસી સંગ્રહવા માટે, -70 ડિગ્રી તાપમાનની જરૂર પડશે. તે જ સમયે, દેશમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક અને ગરમ હોય છે. નોંધપાત્ર વાત એ છે કે, બહેરીને પહેલેથી જ ચાઇના બનાવટની રસી ‘સિનોફાર્મ’ ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે અને અત્યાર સુધીમાં 6,000 લોકોને આ રસીઓ આપવામાં આવી છે.

ભારતમાં રસી પર સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ: ફાઇઝર

તે જ સમયે, વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરએ ગુરુવારે કહ્યું હતું કે, તે ફાઈઝર અથવા બાયોએનટેક રસી ભારતમાં ઉપલબ્ધ બનાવવા માટે ભારત સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. ફાઈઝરના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, હાલમાં અમે અનેક સરકારો સાથે વાટાઘાટો કરવાની તૈયારીમાં છે. ભારતમાં રસી ઉપલબ્ધ થાય તે માટે અમે ભારત સરકાર સાથે કામ કરવા પણ પ્રતિબદ્ધ છીએ.

ફાઈઝરએ જણાવ્યું હતું કે દરેકને રસીનો વપરાશ કરવાની ખાતરી છે. ખાસ કરીને, તે સરકારો સાથે કામ કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રોગચાળાના સમયમાં, ફાઈઝર સરકારી કરાર દ્વારા જ આ રસી પૂરી પાડશે.”

નોંધપાત્ર વાત એ છે કે, ફાઈઝર અથવા બાયોએનટેક રસીના આકસ્મિક ઉપયોગને મંજૂરી આપતો બ્રિટન વિશ્વનો પહેલો દેશ બન્યો છે. યુકેના ડ્રગ રેગ્યુલેટર મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) એ કંપનીની રસીને અસ્થાયી મંજૂરી આપી દીધી છે. આ રસી આવતા સપ્તાહથી યુકેમાં ઉપલબ્ધ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…