Not Set/ ઓસ્કારની નવી ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીને 2019માં નહી અપાય સ્થાન, કહ્યું ઓસ્કાર એકેડમીએ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવતો સૌથી સમ્માનજનક એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ. આવનારા વર્ષ 2019માં ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે નહી. મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ ઓર્ગેનાઈઝેશન જે દર વર્ષે ઓસ્કાર એવોર્ડ આપે છે એમણે થોડાં સમય પહેલાં જ આ નવી કેટેગરી ઉમેરી હતી પરંતુ એ ઘણી વિવાદાસ્પદ રહી હતી અને આખરે આ ‘પોપ્યુલર ફિલ્મ’ની […]

Top Stories World Entertainment
mantavya news 1 4 ઓસ્કારની નવી ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીને 2019માં નહી અપાય સ્થાન, કહ્યું ઓસ્કાર એકેડમીએ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવતો સૌથી સમ્માનજનક એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ. આવનારા વર્ષ 2019માં ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે નહી. મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ ઓર્ગેનાઈઝેશન જે દર વર્ષે ઓસ્કાર એવોર્ડ આપે છે એમણે થોડાં સમય પહેલાં જ આ નવી કેટેગરી ઉમેરી હતી પરંતુ એ ઘણી વિવાદાસ્પદ રહી હતી અને આખરે આ ‘પોપ્યુલર ફિલ્મ’ની કેટેગરીને 2019ના ઓસ્કાર એવોર્ડમાંથી મોકૂફ રાખવામાં આવી છે. ઓસ્કાર એવોર્ડને એકેડમી એવોર્ડ પણ કહેવામાં આવે છે.

ગુરુવારે આપેલા સ્ટેટમેન્ટમાં એકેડમીએ જણાવ્યું હતું કે, 2019નાં ઓસ્કારમાં પાછળથી ઉમેરવામાં આવેલી ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીને બહાર કરે છે કારણકે આ કેટેગરીને વર્ષનાં નવમાં મહિનામાં ઉમેરવામાં આવી હતી પરંતુ આ 2018નાં શરૂઆતમાં રીલીઝ થયેલી ફિલ્મો માટે ચેલેન્જ ઉભી કરે છે.

mantavya news 1 5 ઓસ્કારની નવી ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીને 2019માં નહી અપાય સ્થાન, કહ્યું ઓસ્કાર એકેડમીએ
Oscars suspended its popular film category for 2019

ઓસ્કાર એકેડમીના સીઇઓ હડસને કહ્યું હતું કે, ‘નવા એવોર્ડની કેટેગરીના પરિચય સમયે અમને ઘણા બધા અલગ અલગ પ્રકારનાં રીએક્શન મળ્યા હતા. અમે ઓસ્કારમાં સમયાંતરે બદલાવ કરતાં રહીએ છીએ આ વર્ષે પણ અમે બદલાવ કર્યો જ છે અને અમે બદલાવને ઉમેરતા રહીશું અને સાથે આ 90 વર્ષનાં વારસાને પુરા સમ્માન સાથે જાળવી રાખશું.’ ઉપરાંત એમેણે જણાવ્યું કે, આવતાં સમયમાં અમે અમારા મેમ્બર્સ સાથે વાતચીત કરીને નિર્ણય લઈશું.

mantavya news . jpg ઓસ્કારની નવી ‘પોપ્યુલર ફિલ્મ’ કેટેગરીને 2019માં નહી અપાય સ્થાન, કહ્યું ઓસ્કાર એકેડમીએ
oscars suspended its popular film category for 2019

આ ઉપરાંત એક બીજો મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે ટેલીકાસ્ટના સમયને લઈને. ઓડીયન્સને જકડી રાખવા માટે ટેલીકાસ્ટનો સમય ત્રણ કલાકથી ઓછો કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં 91મો વાર્ષિક ઓસ્કાર સમારોહ યોજાવાનો છે. આ એવોર્ડ 24 ફેબ્રુઆરી 2019ના લોસ એન્જેલસમાં યોજાશે. ભારતમાં આ એવોર્ડ શોને હોટ સ્ટાર અને સ્ટાર વર્લ્ડ પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે