Not Set/ કાર્તિક આર્યને અનન્યા પાંડેને ચા માટે જાહેરમાં આપ્યો ઠપકો, વિડીયો થયો વાયરલ

બોલિવૂડના ‘ચોકલેટી હિરો’ કાર્તિક આર્યન આજકાલ લખનઉમાં તેમની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેકનું શૂટિંગ કરી રહ્યાં છે. તેની સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અનન્યા પાંડે પણ છે. બંને અભિનેતા ફિલ્મના શૂટિંગ દરમિયાન સમય નીકળીને લખનઉની ડિશનો સ્વાદ માણતા જોવા મળ્યા છે. ક્યારે છોલે-કુલ્ચે તો ક્યારે કુલ્ફી, કાર્તિક અને અનન્યા લખનઉના પ્રખ્યાત ડિશનો સ્વાદ માણવાની […]

Entertainment
aaaaaaaaaaamahi 13 કાર્તિક આર્યને અનન્યા પાંડેને ચા માટે જાહેરમાં આપ્યો ઠપકો, વિડીયો થયો વાયરલ

બોલિવૂડના ‘ચોકલેટી હિરો’ કાર્તિક આર્યન આજકાલ લખનઉમાં તેમની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેકનું શૂટિંગ કરી રહ્યાં છે. તેની સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અનન્યા પાંડે પણ છે. બંને અભિનેતા ફિલ્મના શૂટિંગ દરમિયાન સમય નીકળીને લખનઉની ડિશનો સ્વાદ માણતા જોવા મળ્યા છે.

ક્યારે છોલે-કુલ્ચે તો ક્યારે કુલ્ફી, કાર્તિક અને અનન્યા લખનઉના પ્રખ્યાત ડિશનો સ્વાદ માણવાની કોઈ તક છોડતા નથી. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર્તિક ચા માટે અનન્યાને ઠપકો આપતો જોવા મળી રહ્યો છે.

કાર્તિક અને અનન્યા ચા ના સ્ટોલ પર પહોંચ્યા હતા. જ્યારે કચોરી અને ચા જોઇને કાર્તિક ખૂબ જ ઉત્સાહિત લાગ્યો હતો, પરંતુ અનન્યાએ કહ્યું કે તેને ચા થી એલર્જી છે, કાર્તિક તેમને ઠપકો આપતા જોવા મળી રહ્યાં છે. ગયો.

કાર્તિકે અનન્યાને ઠપકો આપ્યો, ‘જ્યારે તમને એલર્જી હતી ત્યારે તમે અહીં કેમ આવ્યા? અહીંથી જાવ. ‘ આ સાંભળ્યા પછી અનન્યાનો ચહેરો પણ ઉત્તરી ગ્યો અને તે કહે, ‘સો મીન (મતલબ)’.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે કાર્તિક અને અનન્યા સિવાય ભૂમિ પેડનેકર પણ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેક’માં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ ઉપરાંત કાર્તિક ‘લવ આજ કાલ 2’, ‘દોસ્તાના 2’ અને ‘ભૂલ ભુલાયૈયા 2’ માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.