Tweet/ સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર સ્વરા ભાસ્કરનું ટ્વિટ, કહ્યું, ભડાકેદાર ભાષણ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંસદમાં ભાષણની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે સ્વરા ભાસ્કરે તેને ‘ભડાકેદાર ભાષણ’ કહ્યું છે.

Top Stories India Entertainment
સ્વરા

સંસદના બજેટ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘણા મુદ્દાઓ પર ઘેરી હતી. તેમણે બેરોજગારી, ચાઈના જેવા મુદ્દાઓ મુખ્ય રીતે ઉઠાવ્યા. આ ભાષણને લઈને સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાહુલ ગાંધીના આ ભાષણને લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. પૂજા ભટ્ટ અને સિમી ગરેવાલની સાથે સ્વરા ભાસ્કરે પણ કોંગ્રેસ નેતાના ભાષણ વિશે ટ્વિટ કર્યું છે. સ્વરા ભાસ્કરે તેને ‘ ભડાકેદાર ભાષણ’ કહ્યું છે.

આ પણ વાંચો: ” જે દાયકોઓથી નથી થયું તે અમે 5 વર્ષમાં કર્યું”: યોગી આદિત્યનાથ

સ્વરા ભાસ્કરે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ વિશે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે, ‘લોકસભામાં રાહુલ ગાંધીનું ભડાકેદાર ભાષણ. અસંગઠિત ક્ષેત્રની દુર્દશા, બેરોજગારી, વિદ્યાર્થી ચળવળ, ભારતની વિવિધતા, ખેડૂત આંદોલન, સરકારનું સરમુખત્યારશાહી વલણ, રાજ્ય સંસ્થાઓનું ધોવાણ, પેગાસસ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. આ રીતે તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના ભાષણમાં બેરોજગારી પર એક પણ શબ્દ નહોતો. આટલું જ નહીં, તેમણે કહ્યું કે, ભારતનું વ્યૂહાત્મક લક્ષ્ય ચીન અને પાકિસ્તાનને અલગ રાખવાનું હોવું જોઈએ, પરંતુ તમે જે કર્યું તે તેમને એકસાથે લાવી દીધું છે. આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તેને ઓછો આંકશો નહીં. આ ભારત માટે ગંભીર ખતરો છે.

આ પણ વાંચો:શિવસેના નેતા સંજ્ય રાઉતે મોદી સરકાર પર કર્યા પ્રહાર,જાણો ચીન-પાકિસ્તાન મામલે શું કહ્યું…

આ પણ વાંચો:કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે વિપક્ષી નેતાઓ સામે તાંત્રિક વિધિ કરાઇ હોવાનો ઓડિયો થયો વાયરલ, અપાયા