બોલીવુડ ન્યુઝ/ બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મ્સના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર સેહર લતીફનું હાર્ટ એટેકથી નિધન

બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મો અને વેબ શોમાં કલાકારોની ભૂમિકા માટે  ખુબ જ જાણીતા  એવા કાસ્ટિંગ ડિરેક્ટર સેહર અલી લતીફનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તાજેતરમાં તેમને ક્ષતિગ્રસ્ત કિડનીની સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત દિવસે દિવસે બગડતી રહી અને આખરે તેમનું મોત નીપજ્યું છે. સેહર લતીફ ‘લંચ બોક્સ’, ‘મોનસૂન […]

Entertainment
Untitled 74 બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મ્સના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર સેહર લતીફનું હાર્ટ એટેકથી નિધન

બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મો અને વેબ શોમાં કલાકારોની ભૂમિકા માટે  ખુબ જ જાણીતા  એવા કાસ્ટિંગ ડિરેક્ટર સેહર અલી લતીફનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તાજેતરમાં તેમને ક્ષતિગ્રસ્ત કિડનીની સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત દિવસે દિવસે બગડતી રહી અને આખરે તેમનું મોત નીપજ્યું છે.

સેહર લતીફ ‘લંચ બોક્સ’, ‘મોનસૂન શૂટઆઉટ’, ‘શંકુતલા દેવી’, ‘દુર્ગામતી’, ‘મસ્કા’ જેવી ફિલ્મ્સ સાથે સંકળાયેલા હતા અને ‘ભાગ બિની ભાગ’ નામના વેબ શોના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે હતા. તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ ‘મ્યુટન્ટ ફિલ્મ્સ’ હેઠળ નેટફ્લિક્સ અને વેબ શો ‘ભાગ બિની ભાગ’ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મસ્કા’ પણ બનાવી હતી.

સેહર લતીફ આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને વેબ શોના કાસ્ટિંગમાં મદદ કરવા માટે પણ જાણીતા છે, જેમાં ‘ઇટ લવ પ્રે’, ‘ફ્યુરિયસ 7’, ‘ટાઇગર્સ’, ‘વાઇસરોય હાઉસ’, ‘મેકમાફિયા’, ‘સેન્સ 8 વગેરે શામેલ છે.સેહર લતીફનું નામ ‘ગોલ્ડ’, ‘શકુંતલા દેવી’ અને ‘નોબેલમેન’ જેવી ફિલ્મોમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે પણ સંકળાયેલું હતું. તેમને ‘ઝીરો ડાર્ક થર્ટી’, ‘ધ ગુડ કર્મ હોસ્પિટલ’, ‘બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટલ’, ‘ધ મેન હુ નોવ ઇન્ફિનિટી’, ‘મિલિયન ડોલર આર્મ’, ‘લાઇન ઓફ ડિસેન્ટ’ જેવી વિદેશી ફિલ્મોમાં ભારતીય કલાકારોને કાસ્ટ કરવા માટેનો એવોર્ડ મળ્યો હતો.