Not Set/ અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

આંગળીમાં ફેક્ચર હોવા છતાં અમિતાભ ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ માટે પહોંચ્યા હતા. તેમણે આગામી નવરાત્રી સ્પેશિયલ એપિસોડ…

Entertainment
અમિતાભ

દરેક વ્યક્તિ જાણે છે કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના કામ માટે કેટલા સમર્પિત છે. ફરી એકવાર બિગ બીએ તેને યોગ્ય સાબિત કર્યું છે. તેમણે કહ્યું કે એકવાર કમિટમેન્ટ તેમણે કરી દીધું પછી તેઓ કોઈ પણ સંજોગોમાં તેને પૂર્ણ કરે છે. અમિતાભ બચ્ચને પગના આંગળીમાં ફેક્ચર થયા બાદ પણ કેબીસીના સેટ  શૂટિંગ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો :મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી,…..

ઉલ્લેખનીય છે કે, બિગ બી આ દિવસોમાં ઈજામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના આંગળીમાં ફ્રેક્ચર છે, પરંતુ તેઓ તેને ધ્યાનમાં લીધા વગર શૂટ કરવાનું ચાલુ રાખે છે. એટલું જ નહીં, તેમણે પોતાની જવાનીના દિવસો યાદ કરતા કહ્યું – જો તે ફરી જવાન થઇ જાય છે તો રોક કરી દેતા, મેગાસ્ટારે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને બ્લોગ પરથી ઘણી તસવીરો શેર કરતી વખતે આ વાત કહી છે.

a 5 અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

હકીકતમાં, અમિતાભ બચ્ચને તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બે ફોટોશોપ્ડ કરેલી તસવીરોનો કોલાજ શેર કર્યો છે, જેમાં તે બે અલગ અલગ લૂકમાં જોવા મળી શકે છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટને કેપ્શન આપ્યું, “આવા દિવસોમાં પાછા આવવું ખૂબ સારું હોત .. પણ …..”.આપને જણાવી દઈએ કે અમિતાભે તેમના બ્લોગ પરથી લોકોને તેમના અંગૂઠાના ફેક્ચર વિશે જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે કેવી રીતે તેમણે KBC ના ખાસ એપિસોડનું શૂટિંગ કર્યું છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ખરાબ પુત્રવધૂના ટેગ પર ભડકી કાશ્મીરા શાહ, ટ્વિટ કરી કહ્યું ચેકમેટ

ચાહકો સાથે, સેલેબ્સે પણ બિગ બીની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી હતી. અભિનેતા રોનિત રોયે લખ્યું, ‘મારું જીવન તે દિવસોની આસપાસ કેન્દ્રિત છે અમિત જી. મારું આખું અસ્તિત્વ તે દિવસોનો સરવાળો છે.’

આંગળીમાં ફેક્ચર હોવા છતાં અમિતાભ ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ માટે પહોંચ્યા હતા. તેમણે આગામી નવરાત્રી સ્પેશિયલ એપિસોડ માટે શૂટિંગ કર્યું. આ દરમિયાન તે કુર્તામાં જોવા મળ્યા હતા.

a 6 અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

બિગ બીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ફિલ્મ કુલીના સેટ પર અકસ્માત બાદ પણ તેમનો પ્રભાવ હજુ પણ છે. સ્પર્ધકો સાથે વાત કરતા બિગ બીએ કહ્યું હતું કે, ફિલ્મ કુલીના સેટ દરમિયાન મારો અકસ્માત થયો હતો અને મને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મારી લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી અને હું પણ થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યો. ઘણા મહિનાઓ પછી હું સ્વસ્થ થયો. પરંતુ તે અકસ્માત પછી, હું હજી પણ મારા જમણા કાંડામાં નાડી અનુભવી શકતો નથી.

આ પણ વાંચો : ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ લઈને આવ્યું છે અનોખો કોન્સેપ્ટ, કલાકારોને મળશે પ્લેટફોર્મ

બિગ બીને સાંભળ્યા બાદ તમામ સ્પર્ધકો અને પ્રેક્ષકો પણ ચોંકી ગયા હતા. વળી, અમે આપને જણાવી દઈએ કે બિગ બી થોડા વર્ષોથી ખૂબ જ બીમાર રહેવા લાગ્યા છે. તેમને કેટલીક સમસ્યાઓ છે. ગયા વર્ષે તેને કોવિડ થયો હતો. જો કે, કોવિડને હરાવ્યા બાદ, તે કામ પર પરત ફર્યા હતા.

આ પણ વાંચો :અભિનેતા શિવાજી ગણેશનના 93માં જન્મદિવસે ગૂગલે બનાવ્યું ખાસ Doodle